આ વિદ્યાર્થીઓને ગુંડા બનાવવા છે કે સારા વ્યક્તિ? મંજૂરી વિના ફાઉન્ટેન હેડના વિદ્યાર્થીઓએ લક્ઝરી કારની રેલી કાઢી, ફાયર ગન પણ લહેરાવી
Fountainhead School: શાળા એ એક મંદિર છે અને ત્યાં મા સરસ્વતીની પૂજા થાય છે. એક શાળા બાળકોમાં જ્ઞાન સિંચન કરવાનું કામ કરે છે, વિદાય સમારંભનો હેતુ વિદ્યાર્થીઓ માટે એક સાંસ્કૃતિક અને પ્રેરણાત્મક વિદાય છે પરંતુ અત્યારે સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાની કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કુલ અલગ જ વિદાય સમારંભને કારણે ચર્ચામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય સંભારંભ દરમિયાન વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વિદાયના બદલે પાવર શૉ કર્યો હતો. કોઈ પણ મંજૂરી વિના 30 કરતા વધુ લક્ઝરી કારના કાફલા સાથે વિદ્યાર્થીઓએ સ્ટાઈલબાજી કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓએ આ લક્ઝરી કારની રેલી દરમિયાન ફાયર ગન પણ લહેરાવી હતી. આ જોઈને મનમાં સવાલ એવો થાય કે શું આ વિદ્યાર્થીઓને ગુંડા બનાવવા છે કે પછી સારા વ્યક્તિ?
વિદ્યાર્થીઓની આ સ્ટાઈલબાજીના સમયે માર્ગ પર બાકી લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, તેના માટે કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી અને ન તો તેમને આ ઘટના અંગે અગાઉથી કોઈ જાણ કરવામાં આવી હતી. પોજો નિયમો તોડવામાં આવ્યા હોય તો તપાસ કરીને કડક કાર્યવાહી કરીશું.
તો એ મામલે સ્કૂલે પણ આ મામલે જવાબ આપતા બચવાનો પ્રયાસ કર્યો. સ્કૂલના હેડે જણાવ્યું કે, 'આ વિદ્યાર્થીઓ અને વાલીઓએ સ્કૂલની જાણ બહાર લક્ઝરી કારોનું આયોજન કર્યું હતું. અમે ખાસ વિદાય માટે સ્કૂલ બસ ઉપલબ્ધ કરાવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp