લખનૌની ટીમને છોડીને IPLની આ ટીમ સાથે જોડાયા ગૌતમ ગંભીર, જાણો કયા રોલમાં દેખાશે નવી સીઝનમાં

લખનૌની ટીમને છોડીને IPLની આ ટીમ સાથે જોડાયા ગૌતમ ગંભીર, જાણો કયા રોલમાં દેખાશે નવી સીઝનમાં

11/22/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

લખનૌની ટીમને છોડીને IPLની આ ટીમ સાથે જોડાયા ગૌતમ ગંભીર, જાણો કયા રોલમાં દેખાશે નવી સીઝનમાં

પૂર ભારતીય ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના મેન્ટર હશે. તેઓ આ અગાઉ લખનૌ સુપર જાયન્ટસની ટીમ માટે મેન્ટરની ભૂમિકા ભજવી રહ્યા હતા. લખનૌની ટીમનું મેન્ટર પદ ગંભીરે છોડી દીધું છે. IPL 2023 સમાપ્ત થયા બાદ ગંભીરે શાહરુખ સાથે મૂલાકાત કરી હતી, ત્યારબાદ એ વાતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તેઓ આ IPL ટીમ સાથે જોડાઈ શકે છે, જેણે તેમણે એક સમયે પોતે પોતાની કેપ્ટન્સીમાં IPL ચેમ્પિયન બનાવી છે.


KKRના CEOએ કરી જાહેરાત:

KKRના CEOએ કરી જાહેરાત:

કોલકાતા નાઈટ રાઇડર્સના CEO વેંકી મૈસૂરે આજે (બુધવાર 22 નવેમ્બરના રોજ) જાહેરાત કરી કે ભારતીય ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીર KKRના મેન્ટરના રૂપમાં ફરશે અને મુખ્ય કોચ શ્રીકાંત પંડિત સાથે મળીને કામ કરશે. લખનૌની મેન્ટરશીપ છોડ્યા બાદ ગંભીરે એક ઈમોશનલ મેસેજ પણ શેર કર્યો હતો, જેમાં તેઓ આ પદ છોડતા ખૂબ ભાવુક નજરે પડ્યા હતા.  તેમણે X (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટમાં લખ્યું કે, મારી લાખનૌ સુપર જાયન્ટ્સ સાથે જર્ની સમાપ્ત થઈ ગઈ છે. મને લખનૌના ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને ટીમ સાથે જોડાયેલા દરેક વ્યક્તિ પાસે સપોર્ટ મળ્યો. હું ડૉ. સંજીવ ગોયનકા (લખનૌ ટીમના માલિક)નએ થેંક્સ કહેવામાં માંગું છું. ડૉ ગોયનકાની લીડરશિપ શાનદાર રહી, હું આશા રાખું છું કે લખનૌની ટીમ આગળ પણ સારું કરશે, તેઓ LSG ફેન્સને ગર્વ અનુભવ કરાવશે. ટીમને ઓલ ધ બેસ્ટ.


ગંભીરે બે વખત કોલકાતાને ચેમ્પિયન બનાવી:

ગંભીરે બે વખત કોલકાતાને ચેમ્પિયન બનાવી:

ગંભીર વર્ષ 2011 થી વર્ષ 2017 સુધી કોલકાતા સાથે જોડાયેલા રહ્યા. આ અવધિ દરમિયાન કોલકાતાની ટીમે બે વખત ટ્રોફી જીતી. 5 વખત કોલકાતાએ પ્લેઓફ માટે ક્વાલિફાઈ કર્યું અને વર્ષ 2014માં ચેમ્પિયન્સ લીગ T20ની ફાઇનલમાં પહોંચી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top