ગુડ ન્યૂઝ! 10 લાખ નોકરી માટે યુવાનો તૈયાર રહે, જાણો શું છે સરકારની યોજના?

ગુડ ન્યૂઝ! 10 લાખ નોકરી માટે યુવાનો તૈયાર રહે, જાણો શું છે સરકારની યોજના?

11/12/2024 Business

SidhiKhabar

SidhiKhabar

ગુડ ન્યૂઝ! 10 લાખ નોકરી માટે યુવાનો તૈયાર રહે, જાણો શું છે સરકારની યોજના?

Job Opportunity in Semiconductor Sector: વર્ષ 2026માં દેશમાં 10 લાખ નોકરીઓ ઉત્પન્ન થશે. દેશમાં ઘણા લોકો રોજગારની કરી રહ્યા છે એ લોકો માટે આ સારા સમાચાર છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2026 સુધીમાં ભારતમાં 10 લાખ લોકો માટે નોકરીની તકો ઊભી થશે. ભારત સેમિકન્ડક્ટર મેન્યૂફેક્ચરિંગ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ઘણી નોકરીઓનું સર્જન થશે. એટલે યુવાનોએ કામ કરવા તૈયાર રહેવું જોઈએ.


10 લાખ નોકરી ક્યાં મળશે?

10 લાખ નોકરી ક્યાં મળશે?

રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વર્ષ 2026 સુધીમાં ભારત સેમિકન્ડક્ટર મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાં મજબૂત રીતે ઉભરી આવશે. આ ક્ષેત્રમાં પ્રોસેસ એન્જીનિયરો, ઓપરેટરો, ટેક્નિશિયનો અને ગુણવત્તા નિયંત્રણ, સેલ અને એન્જિનિયરિંગના નિષ્ણાતો સહિત ઘણા કુશળ લોકોની માગ હશે. એ સિવાય ચિપ સેમિકન્ડક્ટર મેન્યૂફેક્ચરિંગમાં લગભગ 3 લાખ નોકરીઓ, એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP)માં લગભગ 2 લાખ નોકરીઓ અને ચિપ ડિઝાઇન, સોફ્ટવેર ડેવલપમેન્ટ, સિસ્ટમ સર્કિટ અને મેન્યૂફેક્ચરિંગ સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં ઘણી નોકરીઓનું સર્જન થશે.


સેમિકન્ડક્ટર સેક્ટરમાં તેજી આવશે

સેમિકન્ડક્ટર સેક્ટરમાં તેજી આવશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેમિકન્ડક્ટર ઉદ્યોગને સરકારના સમર્થન સિવાય ઘણી ખાનગી કંપનીઓએ પણ તેને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીઓ ભારતમાં નવી સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ સુવિધાઓના નિર્માણમાં રોકાણ કરવા માગે છે. તમને જણાવી દઈએ કે આ રિપોર્ટ ઈન્ટરનલ ડેટા એનાલિસિસ અને ઈન્ડસ્ટ્રી રિપોર્ટ્સ પર આધારિત છે. એવું કહેવામાં આવ્યું હતું કે ભારતના સેમિકન્ડક્ટર સેક્ટરમાં મોટી ક્રાંતિ આવશે. ત્યારબાદ જ દેશમાં ઉચ્ચ ટેક્નોલોજી અને બાંધકામ ક્ષેત્રમાં રોજગારી મળશે.


કુશળતા માટે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ મળે

કુશળતા માટે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ મળે

NLB સર્વિસિસના CEO સચિન અલુગ કહે છે કે ભારત મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ-સ્તરની પ્રતિભા વિકસાવવાના મહત્ત્વને ઓળખે છે. સારું શિક્ષણ આ પ્રયાસનો આધાર બને છે. તેમણે કહ્યું કે, ભારતને દર વર્ષે 5,00,000 યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવાની જરૂર પડશે. એ સિવાય, તેમણે તાલીમ પર ભાર આપતા કહ્યું હતું કે ભારતના ઉભરતા સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં કુશળ સ્થાનિક પ્રતિભા માટે ઇન્ટર્નશિપ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારુ તાલીમ આપવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top