ગૂગલ 20 સપ્ટેમ્બરથી બંધ કરશે આ યુઝર્સના Gmail, આ રીતે બચાવી કરી શકો છો તમારું અકાઉન્ટ

ગૂગલ 20 સપ્ટેમ્બરથી બંધ કરશે આ યુઝર્સના Gmail, આ રીતે બચાવી કરી શકો છો તમારું અકાઉન્ટ

09/19/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

ગૂગલ 20 સપ્ટેમ્બરથી બંધ કરશે આ યુઝર્સના Gmail, આ રીતે બચાવી કરી શકો છો તમારું અકાઉન્ટ

સ્માર્ટફોન અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા લગભગ 99 ટકા લોકો પાસે Googleનું Gmail ID હોય છે. Google સમયાંતરે Gmail માટે નવા રૂલ્સ અને રેગ્યૂલેશન લાવતું રહે છે. હવે ગૂગલ દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. ગૂગલ હવે લાખો Gmail અકાઉન્ટ બંધ કરવા જઈ રહ્યું છે. જો તમે પણ Gmailનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થવાના છે. વાસ્તવમાં, એવા ઘણા વપરાશકર્તાઓ છે જેઓ એક કરતા વધુ Gmail એકાઉન્ટ બનાવે છે, પરંતુ તેમાંથી મોટાભાગના અકાઉન્ટને આમ છોડી દેવામાં આવે છે.  હવે ગૂગલ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની 20 સપ્ટેમ્બરથી ઘણા Gmail અકાઉન્ટ બંધ કરવા જઈ રહી છે.


Google સતત મોકલી રહી છે નોટિફિકેશન

Google સતત મોકલી રહી છે નોટિફિકેશન

Google દ્વારા યૂઝર્સને તેમના Gmail અકાઉન્ટને એક્ટિવ રાખવા માટે સતત નોટિફિકેશન આપવામાં આવે છે. પરંતુ, એ છતાં, મોટી સંખ્યામાં Gmail અકાઉન્ટ્સ છે જેનો લાંબા સમયથી ઉપયોગ થતો નથી. મતલબ કે આ Gmail અકાઉન્ટ સક્રિય નથી. જો તમારી પાસે કોઇ એવું Gmail અકાઉન્ટ છે જેનો તમે લાંબા સમયથી ઉપયોગ કર્યો નથી, તો ગૂગલ તેને ટૂંક સમયમાં બંધ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ગૂગલ તેના સર્વર પર સ્પેસ બચાવવા માટે આવા પગલાં લઈ રહ્યું છે. જેમણે Gmail અથવા Google ડ્રાઇવ જેવી સેવાઓનો ઉપયોગ કર્યો છે પરંતુ તેમના એકાઉન્ટ લાંબા સમયથી સક્રિય નથી, તો તેઓ બંધ થઈ જશે. હવે પોતાનું ફોકસ એ Gmail પર કરવા માગે છે, જે સતત સક્રિય છે.

તમને જણાવી દઈએ કે ટેક જાયન્ટ ગૂગલ એવા Gmail અકાઉન્ટ્સને બંધ કરી દેશે જે લગભગ 2 વર્ષ કે તેથી વધુ સમયથી એક્ટિવ નથી. એવામાં, જો તમે બે વર્ષથી વધુ સમયથી તમારા Gmail અકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી, તો તમારા એકાઉન્ટ પર બેન લાગે એ શક્ય છે. Google પાસે ઇનેક્ટિવ પોલિસી હેઠળ આ પ્રકારનો અધિકાર છે.


Gmail અકાઉન્ટ આ રીતે બચાવો

Gmail અકાઉન્ટ આ રીતે બચાવો

જો તમે તમારા Gmail અકાઉન્ટને નિષ્ક્રિય થતું બચાવવા માગો છો, તો તમારે તમારા Gmail અકાઉન્ટમાં લૉગિન કરવું પડશે.

તમારે તમારા અકાઉન્ટમાંથી ઈમેલ મોકલવા પડશે અથવા આ બોક્સમાં ઉપસ્થિત મેલ વાંચવા પડશે.

જો તમે તમારા Google Photos અકાઉન્ટમાં સાઇન ઇન કરીને ફોટા શેર કરો છો, તો પણ તમે તમારા Gmail અકાઉન્ટને નિષ્ક્રિય થતા બચાવી શકો છો.

જો તમે તમારા Gmail અકાઉન્ટમાં લૉગ ઇન કરીને YouTube પર વીડિયો ચલાવો છો, તો આ તમારું અકાઉન્ટ બંધ થતું બચી જશે.

જો તમે Google ડ્રાઇવનો ઉપયોગ કરીને તમારું Gmail અકાઉન્ટ પણ એક્ટિવ કરી શકો છો. આ સિવાય Gmailમાં સાઇન ઇન કરીને તમે ગૂગલ સર્ચ એન્જિન પર કેટલાક સર્ચ કરીને તમારા અકાઉન્ટને સુરક્ષિત રાખી શકો છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top