અમરેલીમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવાના મામલે ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને પટ્ટા વડે માર માર્યો, જુઓ વીડિયો
Gopal Italia: અમરેલીમાં લેટરકાંડ કેસમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવાને લઇને રાજકીય ગરમાવો આવી ગયો છે. થોડા દિવસ અગાઉ કોંગ્રેસના નેતા પીડિત યુવતીને મળવા તેના ઘરે ગયા હતા, જેને પીડિત યુવતીએ પોતાની આપવીતી સંભળાવી હતી. તેણે કોંગ્રેસના નેતાઓને કહ્યું હતું કે પોલીસે તેને ડરાવી હતી અને પગમાં પટ્ટા માર્યા હતા.
આ નિવેદન બાદ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઇટાલિયાએ એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી પોતાની જાતને જ પટ્ટા માર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં ગોપાલ કહે છે કે, 'હજી આપણો આત્મા નહીં જાગે તો કયા દિવસે જાગશે, આપણો આત્મા જાગી જવો જોઈએ કે શું તમાશો ચાલે છે. આ કેવી રીતે ચાલે ગુંડા, બૂટલેગરો, માફિયા, તોડબાજો, ડ્રગ્સ વાળા દારૂ વાળા, રેતી વાળા બેફામ ફરે, એક નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે. અમે રજૂઆત લઇને જઈએ તો અમારા પર FIR થાય, એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે. અને મેં નક્કી કર્યું છે કે અમે દીકરીને ન્યાય અપાવી શક્યા નથી. એટલે પોલીસે દીકરીને જે પટ્ટા માર્યા છે એ હું ખાઈશ જાહેરમાં. ત્યારબાદ ગુજરાતનો આત્મા જગાવો જોઈએ કહીને ગોપાલ ઇટાલિયા પોતાને પટ્ટા વડે માર મારે છે.
અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહમીથી છ વાર પટ્ટા માર્યા હતા.AAP નેતા @Gopal_Italia એ દીકરીને ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાને છ પટ્ટા મારીને દીકરીની અને સમગ્ર ગુજરાતની માફી માંગી..#gopal_italia#aap pic.twitter.com/C2T4T5BKuV — Suraj J. Bagda (@SurajJBagda1) January 6, 2025
અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહમીથી છ વાર પટ્ટા માર્યા હતા.AAP નેતા @Gopal_Italia એ દીકરીને ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાને છ પટ્ટા મારીને દીકરીની અને સમગ્ર ગુજરાતની માફી માંગી..#gopal_italia#aap pic.twitter.com/C2T4T5BKuV
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp