સરકારે નિયમોમાં ફેરફાર કર્યા : લગ્ન-પ્રસંગો અને અન્ય કાર્યક્રમોમાં હવે આટલા

સરકારે નિયમોમાં ફેરફાર કર્યા : લગ્ન-પ્રસંગો અને અન્ય કાર્યક્રમોમાં હવે આટલા માણસોની છૂટ

01/11/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સરકારે નિયમોમાં ફેરફાર કર્યા : લગ્ન-પ્રસંગો અને અન્ય કાર્યક્રમોમાં હવે આટલા

ગુજરાત ડેસ્ક: રાજ્યમાં પ્રતિદિન વધતા કોરોનાનાં કેસ જોતા સરકારે ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે અને કાર્યક્રમોમાં અને લગ્ન પ્રસંગોમાં વ્યક્તિઓની મર્યાદા ઘટાડી દેવામાં આવી છે.


ખુલ્લા સ્થળોએ મહત્તમ 150, બંધ સ્થળોએ ક્ષમતાનાં 50 ટકા લોકોને પરવાનગી

નવી ગાઈડલાઈન અનુસાર, ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાનાં 50 ટકા (મહત્તમ 150) લોકો એકઠા થઇ શકશે. લગ્ન-પ્રસંગોમાં પણ ખુલ્લામાં 150 વ્યક્તિઓ અને બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાનાં 50 ટકા (મહત્તમ 150 લોકોની મર્યાદામાં) વ્યક્તિઓ ભેગા થઇ શકશે.

લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJRAT PORTAL ઉપર નોંધણી કરાવવી ફરજિયાત કરવામાં આવી છે. સરકારે આ નિયમો આવતીકાલ 12 જાન્યુઆરીથી અમલમાં રહેશે. આ ઉપરાંત સરકારે 7 જાન્યુઆરીનાં હુકમની અન્ય જોગવાઈઓ યથાવત રાખી છે. તમામ નિયંત્રણો 22 જાન્યુઆરી સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.


રાજ્યમાં આજે નવા 7476 કેસ

રાજ્યમાં આજે કોરોનાનાં નવા 7476 કેસ નોંધાયા હતા. સામે 2074 દર્દીઓ સાજા થયા તો 3 મૃત્યુ નોંધાયા હતા. અમદાવાદમાં 2903 કેસ, સુરતમાં 2124, વડોદરામાં 606 અને રાજકોટમાં 319 કેસ નોંધાયા હતા. હાલ રાજ્યમાં કોરોનાના 37,238 એક્ટિવ કેસ છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં 8,28,406 લોકો કોરોનાને હરાવીને સાજા થઇ ચૂક્યા છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top