ગુજરાતમાં વરસાદના કારણે હાહાકાર, અત્યાર સુધી 28 લોકોના મોત, 17800ને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ગુજરાતમાં વરસાદના કારણે હાહાકાર, અત્યાર સુધી 28 લોકોના મોત, 17800ને સુરક્ષિત સ્થળે ખસેડાયા

08/29/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં વરસાદના કારણે હાહાકાર, અત્યાર સુધી 28 લોકોના મોત, 17800ને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ગુજરાતમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ 21 લોકોના મોત થઇ ગયા છે. આ રીતે 4 દિવસોમાં વરસાદના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 28 થઈ ગઈ છે. તેમાંથી 13 લોકોના મોત પાણીમાં ડૂબી જવાથી, 13 લોકો મકાન ધરાશાયી થવા જેવી ઘટનામાં અને 2 લોકોના વૃક્ષો પડવાના બનાવોમાં મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે સતત ચોથા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. તો પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 17,800 લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જીવ ગુમાવનારાઓમાં 7 લોકોનો સમાવેશ થાય છે જેઓ રવિવારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામ નજીક પુલ ક્રોસ કરતી વખતે ટ્રેક્ટર ટ્રોલીમાં વહી ગયા બાદ ગુમ થયા હતા. આ પુલ પરથી પાણી વહેતું હતું. તેમણે કહ્યું કે તેમના મૃતદેહ મળી આવ્યા છે. વડોદરામાં વરસાદ બંધ થયો હોવા છતા, શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીનું પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી જવાથી નીચાણવાળા વિસ્તારો, ઇમારતો, રસ્તાઓ અને વાહનોમાં પાણીમાં ડૂબી ગયા હતા.


PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત

PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત

ગુજરાતના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે આ સંકટનો સામનો કરવા માટે કેન્દ્ર તરફથી રાજ્યને તમામ શક્ય સહાયતા કરવાની ખાતરી આપી હતી. બુધવારે સૌરાષ્ટ્ર વિસ્તારના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળામાં 50 મીમીથી 200 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં 185 મીમી વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે.


ગુરુવારે પણ ભારે વરસાદની સંભાવના

ગુરુવારે પણ ભારે વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુરુવારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં તેમના ઘરો અને છતોમાં ફસાયેલા લોકોને NDRF, SDRF અને સેનાની 3 ટુકડીઓએ મળીને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે વડોદરામાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અન્ય 1200 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બુધવારે, સેનાની 3  વધારાની ટુકડીઓ અને NDRF અને SDRFની એક-એક ટુકડી શહેરમાં તૈનાત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે પૂરના પાણી ઓસરતા જ વડોદરા શહેરમાં સફાઈના સાધનો અને જંતુનાશક દવાનો છંટકાવ  કરવામાં આવે. તેમણે આદેશ આપ્યો કે આ હેતુ માટે અમદાવાદ અને સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશનો અને ભરૂચ અને આણંદની નગરપાલિકાઓની ટીમો વડોદરામાં તૈનાત કરવામાં આવે. મુખ્યમંત્રીએ વડોદરામાં બચાવ અને રાહત કામગીરીમાં વહીવટીતંત્રને મદદ કરવા માટે 5 વધારાની NDRF ટીમો અને આર્મીની 4 ટુકડીઓ તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમદાવાદ અને સુરતથી પૂર પ્રભાવિત શહેરમાં પણ વધારાની રેસ્ક્યૂ બોટ મોકલવી જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top