Harley Davidson X 440: હાર્લી ડેવિડસનની પહેલી મેઇડ ઇન ઇન્ડિયા બાઈક! Royal Enfield અને Jawa જોરદ

Harley Davidson X 440: હાર્લી ડેવિડસનની પહેલી મેઇડ ઇન ઇન્ડિયા બાઈક! Royal Enfield અને Jawa જોરદાર ટક્કર આપશે!

05/26/2023 Business

SidhiKhabar

SidhiKhabar

Harley Davidson X 440: હાર્લી ડેવિડસનની પહેલી મેઇડ ઇન ઇન્ડિયા બાઈક! Royal Enfield અને Jawa જોરદ

Harley Davidson X 440 Unveil : હેવી મોટરબાઈકના રસિયાઓ માટે હાર્લી ડેવિડસનનું નામ અજાણ્યું નથી. તાજેતરમાં હાર્લી-ડેવિડસને તેની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા બાઇક રજૂ કરી છે. કંપનીએ Hero MotoCorp સાથે મળીને આ બાઇક તૈયાર કરી છે. આ બાઇકનું નામ Harley Davidson X 440 છે. આ બાઇકનું સ્ટાઇલિંગ વર્ક Harley-Davidson દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું એન્જિનિયરિંગ, ટેસ્ટિંગ અને તેને સંપૂર્ણ રીતે Hero MotoCorp દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જોકે બાઇકમાં ડીએનએ હાર્લી ડેવિડસનનું છે. તમને જણાવી દઈએ કે આ બાઇક ભારતીય માર્કેટમાં હાજર રોયલ એનફિલ્ડ અને જાવાની બાઇકને ટક્કર આપી શકે છે.


શું છે બાઈકની ખાસિયત?

શું છે બાઈકની ખાસિયત?

કંપનીએ બાઇકમાં ઓઇલ કૂલ્ડ, સિંગલ સિલિન્ડર 440 સીસી એન્જિન આપ્યું છે. આ સિવાય બાઈકમાં LED હેડલાઈટ અને સંપૂર્ણ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવ્યા છે. કંપનીએ બાઇક પર ડેટાઇમ રનિંગ (ડીઆરએલ) લાઇટનો ઉપયોગ કર્યો છે, જેના પર હાર્લી-ડેવિડસન લખેલું છે.

આ સિવાય બાઇકમાં 6 સ્પીડ ટ્રાન્સમિશન આપવામાં આવશે. આ સિવાય બાઇકમાં ડ્યુઅલ ચેનલ ABS આપવામાં આવશે. કંપનીએ હજુ સુધી બાઇકના મહત્તમ પાવર અને મહત્તમ ટોર્ક વિશે માહિતી આપી નથી. જોકે, તેની ડિઝાઇનની વાત કરીએ તો આ બાઇક રોડસ્ટર જેવી લાગે છે.


આવા હશે હાર્લી ડેવિડસનના ફીચર્સ

આવા હશે હાર્લી ડેવિડસનના ફીચર્સ

આગળના ભાગમાં હેડલેમ્પ્સ આપવામાં આવી છે. ફ્યુઅલ ટેન્ક, એલોય વ્હીલ્સ, LED ટેલલેમ્પ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં જોવા મળે છે કે બાઇકમાં CEAT ટાયરની જગ્યાએ MRF ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાઇકને આગળના ભાગમાં 18-ઇંચનું ટાયર અને પાછળના ભાગમાં 17-ઇંચનું ટાયર આપવામાં આવ્યું છે.


આ મહિને થશે લોન્ચ, જાણો શું હશે કિંમત

આ મહિને થશે લોન્ચ, જાણો શું હશે કિંમત

તમને જણાવી દઈએ કે હાર્લી ડેવિડસનની આ બાઈક જુલાઈ મહિનામાં લોન્ચ થઈ શકે છે. એવી શક્યતા છે કે આ બાઇકને 2.5 લાખથી 3 લાખ રૂપિયાની વચ્ચે લોન્ચ કરવામાં આવી શકે છે. લોન્ચ થયા પછી તરત જ આ બાઇક રોયલ એનફિલ્ડ અને જાવા બાઇક સાથે સ્પર્ધા કરી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top