ગૌતમ અદાણી બન્યા વિશ્વના આટલામાં નંબરના ધનિક વ્યક્તિ..' હિંડનબર્ગ રિપોર્ટની અદાણીની નેટવર્થ પર

ગૌતમ અદાણી બન્યા વિશ્વના આટલામાં નંબરના ધનિક વ્યક્તિ..' હિંડનબર્ગ રિપોર્ટની અદાણીની નેટવર્થ પર કોઇ જ અસર નહીં..!

02/08/2024 Business

SidhiKhabar

SidhiKhabar

ગૌતમ અદાણી બન્યા વિશ્વના આટલામાં નંબરના ધનિક વ્યક્તિ..' હિંડનબર્ગ રિપોર્ટની અદાણીની નેટવર્થ પર

Gautam Adani Networth : ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી માટે આ વર્ષ 2024 શાનદાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. એક તરફ અદાણી ગ્રૂપમાંથી હિંડનબર્ગનો પડછાયો લગભગ દૂર થઈ ગયો છે તો બીજી તરફ ગૌતમ અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. હવે ફરી એકવાર અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી 100 અબજ ડોલરની નેટવર્થ સાથે અબજોપતિઓની યાદીમાં સામેલ થયા છે. તેમની સંપત્તિમાં થયેલા વધારાને કારણે તેમની નેટવર્થ વધીને 101 બિલિયન ડોલર થઈ ગઈ છે અને તે અમીરોની યાદીમાં બે સ્થાન ઉપર પહોંચી ગયા છે.


એક દિવસમાં રૂ. 22,600 કરોડની કમાણી

એક દિવસમાં રૂ. 22,600 કરોડની કમાણી

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર અબજોપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં $2.73 બિલિયન અથવા લગભગ રૂ. 22,600 કરોડથી વધુનો વધારો થયો છે. આ વધારા બાદ તેમની નેટવર્થ પણ વધીને 101 અબજ ડોલર થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તે હવે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં બે સ્થાનની છલાંગ લગાવીને વિશ્વના 12મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.


મુકેશ અંબાણીથી એક સ્થાન પાછળ

મુકેશ અંબાણીથી એક સ્થાન પાછળ

સંપત્તિમાં ઝડપી વધારાને કારણે ગૌતમ અદાણી હવે સંપત્તિના મામલામાં શ્રીમંતોની યાદીમાં બીજા ભારતીય અબજોપતિ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીથી માત્ર એક સ્થાન પાછળ છે. રિલાયન્સના ચેરમેન અંબાણીની કુલ નેટવર્થ $1.1 બિલિયન અથવા રૂ. 9123 કરોડથી વધુના તાજેતરના વધારા પછી $108 બિલિયન થઈ ગઈ છે. જો અંતરની વાત કરીએ તો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચે માત્ર 7 અબજ ડોલરનું અંતર બાકી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top