‘આપ ક્રોનોલોજી સમજીએ’ : ગૃહમંત્રી અમિત શાહે ફરી આ વાક્યાંશનો ઉપયોગ કેમ કર્યો?

‘આપ ક્રોનોલોજી સમજીએ’ : ગૃહમંત્રી અમિત શાહે ફરી આ વાક્યાંશનો ઉપયોગ કેમ કર્યો?

07/20/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

‘આપ ક્રોનોલોજી સમજીએ’ : ગૃહમંત્રી અમિત શાહે ફરી આ વાક્યાંશનો ઉપયોગ કેમ કર્યો?

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું (Home Minister Amit Shah) એક પ્રસિદ્ધ વાક્ય છે જે સોશિયલ મીડિયા ઉપર અનેક વાર શેર થયું છે અને તેની ઉપર મિમ્સ પણ ઘણા બન્યા છે. આ વાક્ય છે; ‘આપ ક્રોનોલોજી સમજીએ.’ અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાક્યનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ તેની સાથે તેમનું નામ જોડાઈ ગયું. હવે, ગૃહમંત્રીએ ફરી એક વખત આ વાક્યનો ઉપયોગ કર્યો છે.

ઇઝરાયેલ સ્થિત કંપની દ્વારા બનાવવામાં આવેલું સ્પાયવેર ‘પેગાસસ’ (Pegasus) આજકાલ ભારતમાં ચર્ચામાં છે. કેટલાક મીડિયા સંસ્થાનોએ રિપોર્ટ પ્રકાશિત કરીને દાવો કર્યો કે દુનિયાભરની સરકારો પત્રકારો, મંત્રીઓ વગેરેના ફોનની જાસૂસી કરે છે, આ રિપોર્ટ અનુસાર ભારતમાં પણ 40 જેટલા પત્રકારો, મંત્રીઓ અને એક જજની જાસૂસી કરવામાં આવે છે. જોકે, તેમના નામો જાહેર કરવામાં આવ્યા નથી.

અલબત્ત, ભારત સરકાર દ્વારા આ આરોપોને નકારી દેવામાં આવ્યા છે અને આઈટી મંત્રાલય દ્વારા એક વિસ્તૃત નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે રિપોર્ટ તથ્યોની વેગળા છે અને આરોપોમાં કોઈ દમ નથી. ઉપરાંત, આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ આજે સંસદમાં આ મુદ્દે સ્પષ્ટતા કરી ચુક્યા છે. આ મુદ્દે હવે ગૃહમંત્રી અમિત શાહે મૌન તોડ્યું છે.

અમિત શાહે પેગાસસ અંગે પ્રકાશિત રિપોર્ટની ‘ક્રોનોલોજી સમજાવી છે. તેમણે કહ્યું, ‘લોકોએ હંમેશા મારી સાથે આ વાક્યાંશને (આપ ક્રોનોલોજી સમજીએ) હળવા અંદાજમાં જોડ્યું છે, પરંતુ આજે હું ગંભીરતાથી આની ક્રોનોલોજી સમજાવું છું.’

તેમણે કહ્યું કે, ‘આ તથાકથિત રીપોર્ટના લિક થવાનો સમય અને ત્યારબાદ સંસદમાં આ વિવાદ, આ બંનેને જોડીને જોવાની જરૂર છે. આ એક વિઘટનકારી વૈશ્વિક સંગઠન છે જેને ભારતની પ્રગતિ પસંદ નથી અને આ અવરોધક ભારતના રાજનીતિક ખેલાડીઓ છે જેઓ નથી ચાહતા કે ભારત પ્રગતિ કરે. ભારતના લોકો આ ઘટના અને સબંધને સમજવા માટે પૂરતા પરિપક્વ છે.’

તેમણે ઉમેર્યું, ‘ગઈકાલે સાંજે આપણે એક રિપોર્ટ જોયો, જેને માત્ર એક જ ઉદ્દેશ્ય સાથે કેટલાક વર્ગો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે.

વિપક્ષી દળો દ્વારા વડાપ્રધાન મોદીના નવા મંત્રીઓના પરિચય દરમિયાનના ભાષણ વખતે હોબાળો મચાવવા મામલે તેમણે કહ્યું કે, ‘આવી શક્તિઓ ભારતની પ્રગતિ પચાવી શકતી નથી. અમિત શાહે કહ્યું કે, ભારતના લોકોને મોન્સૂન સેશન પાસેથી ઘણી આશાઓ છે. ખેડૂતો, યુવાઓ, મહિલાઓ અને સમાજના પછાત વર્ગોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ વિધેયકો ચર્ચા માટે તૈયાર છે.’

તેમણે કોંગ્રેસ ઉપર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે પાર્ટી પાસે લોકશાહીને કુચલવાનો સારો એવો અનુભવ છે અને પોતાના ઘરના ક્રમમાં ન હોવાના કારને હવે તેઓ સંસદમાં આવનારી પ્રગતિશીલ ચીજોને પાટા પરથી ઉતારી પાડવાના પ્રયત્નો કરી રહ્યા છે.

2019 માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહે વાક્યાંશનો પ્રયોગ કર્યો હતો

ડિસેમ્બર 2019 માં અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આ વાક્યાંશનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું, ‘આપ ક્રોનોલોજી સમજીએ, પહેલા સિટીઝનશીપ અમેડમેન્ટ બિલ આવવા જઈ રહ્યું છે અને ત્યારબાદ નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન આવશે અને એનઆરસી માત્ર બંગાળ માટે નહીં પરંતુ આખા દેશ માટે હશે.’ જોકે, ત્યારબાદ તેમણે સ્પષ્ટતા કરી હતી કે સરકાર હાલ એનઆરસી માટે કોઈ વિચાર કરી રહી નથી. પરંતુ આ તેમનું વાક્ય એક મિમ મટિરિયલ બની ગયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top