રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે...

'તમે ના બોલો, તમારા પિતાના કારણે હું તમારું સન્માન કરું છું...', ગૃહમાં ખડગે કોના પર ગુસ્સે થયા.? જાણો

07/01/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે...

મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમાં જણાવ્યું કે કેવી રીતે વડાપ્રધાન અને ગૃહમંત્રીના કારણે રોકાણકારોને 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

 

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે (1 જુલાઈ) રાજ્યસભામાં શક્તિશાળી ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે માત્ર સત્તાધારી પક્ષને તીક્ષ્ણ સવાલો જ નથી કર્યા પરંતુ ચૂંટણી દરમિયાન જે પ્રકારનું ધ્રુવીકરણ થયું હતું તેને લઈને પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. ખડગે પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક સાંસદે તેમને અટકાવ્યા હતા. આ જોઈને કોંગ્રેસ અધ્યક્ષ ખૂબ ગુસ્સે થઈ ગયા અને એક સાંસદને કહ્યું કે તમે ના બોલો નીચે બેસી જાઓ.  


ચુંટણી અને શેરબજાર પર બોલ્યા ખડગે...

વાસ્તવમાં, મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી દરમિયાન થયેલી શેરબજારની હાલત વિષે કહી રહ્યા હતા.   તારીખ 19 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે શેરબજારમાં ઉછાળો આવશે. ગૃહમંત્રી અમિત શાહે તો 4 જૂન પહેલા શેર ખરીદવા જણાવ્યું હતું. એક્ઝિટ પોલ આવ્યા અને 3 જૂને શેરબજારમાં ઉછાળો આવ્યો. કિન્તુ, 4 જૂને પરિણામના દિવસે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. રોકાણકારોને રૂ. 30 લાખ કરોડનું નુકસાન થયું છે. આ માટે પીએમ અને ગૃહમંત્રી જવાબદાર છે.


દેશની રેલ્વે વ્યવસ્થા વિષે શું બોલ્યા ખડગે?

કાંચનજંઘા ટ્રેન દુર્ઘટના થોડા દિવસો પહેલા થઈ હતી, ગયા વર્ષે બાલાસોર ટ્રેન દુર્ઘટના થઈ હતી. ભારતીય રેલ્વે ઓસ્ટ્રેલિયા દેશની કુલ વસ્તી જેટલા લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે. આ દરમિયાન શાસક પક્ષના એક સાંસદે ખડગેને અટકાવ્યા હતા. આનાથી ખડગે ગુસ્સે થઈ ગયા અને તેમણે કહ્યું, "તમારા પિતાને લેવા ટ્રેન નથી જતી." આ દરમિયાન પણ સદનમાં  હોબાળો શરૂ થયો હતો.


મલ્લિકાર્જુન ખડગે કોના પર ગુસ્સે થયા?

મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે, "1971માં મોહન આર્ય, ચંદ્રશેખર અને કૃષ્ણકાંત ગુલબર્ગમાં આવ્યા હતા. તેઓએ કલમ 144નો ભંગ કર્યો હતો. હું તે સમયે બ્લોક અધ્યક્ષ હતો. તેથી મને પણ  અંદર બેસાડી દેવામાં આવ્યો હતો. અમને એક-બે કલાક બાદ છોડવામાં આવેલા. તે સમયે પણ કઈ વિમાન નહોતા, ફક્ત ટ્રેન જ હતી, કઈ પણ ન બોલશો તમે, હું તમારો આદર કરું છું માત્ર તમારા પિતાજીને કારણે." 

જોકે, એ સ્પષ્ટ નથી થયું કે ખડગેએ શાસક પક્ષના કયા સાંસદ વિષે આ વિધાન કર્યું. ખડગેએ પોતાના ભાષણમાં ચંદ્રશેખરનો ઉલ્લેખ કર્યો હતો. પૂર્વ વડાપ્રધાન ચંદ્રેશખર જે 70ના દાયકામાં કોંગ્રેસનો ભાગ હતા. હાલમાં તેમના પુત્ર નીરજ શેખર રાજ્યસભાના સાંસદ છે. આવી સ્થિતિમાં એવી અટકળો છે કે ખડગેએ કદાચ નીરજ શેખરને બેસવાનું કહ્યું હતું. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top