Gujarat: હૉસ્પિટલની ઘોર બેદરકારી! અડધા કલાક સુધી લિફ્ટમાં ફસાયો દર્દી, છતા કોઇ જવાબદાર વ્યક્તિ ન આવી, જુઓ વીડિયો
ઘણી વખત હૉસ્પિટલોની બેદરકારીના આરોપો લગતા હોય છે. ફરી એક બહત સરકારી હૉસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. જામનગરની ગુરુ ગોવિંદ સિંહ સરકારી હૉસ્પિટલ (જી.જી. હૉસ્પિટલ)ની લિફ્ટ વારંવાર બંધ થાય છે, જેના કારણે લોકોને ઘણી વખત હાલાકી વેઠવાનો વારો આવે છે. આ વખતે પણ એક દર્દી સાથે પરિવારજનોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
વીડિયોમાં દર્દીના સગા જણાવી રહ્યા છે કે અડધા કલાકથી દર્દી સાથે અમે લિફ્ટમાં ભરાઇ ગયા છીએ, કોઇ પણ અમારું સાંભળી રહ્યું નથી. વારંવાર કહેવા છતા હૉસ્પિટલનું કોઇ જવાબદાર વ્યક્તિ આવ્યું નથી. ક્યારના અમે સાયરન વગાડી રહ્યા છીએ, પરંતુ અમને કોઇ પ્રકારની મદદ કરવામાં આવી રહી નથી. જો ઇમર્જન્સી વાળો દર્દી હોત તો શું થાત. દર્દીના સગાઓએ તંત્રને જાણ કરી હોવા છતા કોઇ કામગીરી ન કરાતા લોકો હૉસ્પિટલના તંત્ર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
જામનગરની સરકારી જી.જી. હૉસ્પિટલ સુરક્ષાના મામલે તેમજ અન્ય કારણોસર વારંવાર વિવાદોમાં આવી જાય છે. જામનગરની જી.જી.હૉસ્પિટલમાં ઇમરજન્સી વૉર્ડમાં જ ડૉક્ટરો ગેરહાજર રહેતા હોવાના આક્ષેપ પણ લાગી ચૂક્યા છે. સરકાર દ્વારા હૉસ્પિટલને અદ્યતન સગવડો પૂરી પાડી છે, છતા લિફ્ટમેન પણ હાજર રહેતા નથી અને દર્દી અને તેના સગાઓ જાતે જ લિફ્ટનું સંચાલન કરી ચઢવુ-ઉતરવું પડે છે. ત્યારે પરંતુ જ્યારે દર્દી લિફ્ટમાં ફસાયો હોય અને હોસ્પિટલના અધિકારીઓ કે જવાબદાર લોકો કોઇ કામગીરી ન કરતા હોય તો હૉસ્પિટલની બેદરકારીને ધ્યાનમાં લઈને જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી બન્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp