Trump's Golf Course: ટ્રમ્પના ગોલ્ફ કોર્સ ઉપર ઘૂસ્યું અજાણ્યું વિમાન, US આર્મીના ફાઇટર જેટે ભગા

Trump's Golf Course: ટ્રમ્પના ગોલ્ફ કોર્સ ઉપર ઘૂસ્યું અજાણ્યું વિમાન, US આર્મીના ફાઇટર જેટે ભગાવ્યો; જુઓ વીડિયો

07/07/2025 World

SidhiKhabar

SidhiKhabar

Trump's Golf Course: ટ્રમ્પના ગોલ્ફ કોર્સ ઉપર ઘૂસ્યું અજાણ્યું વિમાન, US આર્મીના ફાઇટર જેટે ભગા

Unknown aircraft breaches airspace over Trump's golf course: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગોલ્ફ કોર્સ પાસે હવાઈ ક્ષેત્રમાં એક અજાણ્યું વિમાન ઘૂસી જતાં હાહાકાર મચી ગયો હતો. તેને અમેરિકના F-16 ફાઇટર જેટ દ્વારા ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યું. ત્યારબાદ તેનો પીછો કરીને ભગાડવામાં આવ્યું. ટ્રમ્પની સુરક્ષામાં ભંગથી વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોનમાં પણ ખળભળાટ મચી ગયો છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

US ન્યૂઝ અનુસાર આ ઘટના શનિવારે બની હતી. ન્યૂ જર્સીના બેડમિન્સ્ટરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગોલ્ફ ક્લબ ઉપર એક સામાન્ય વિમાને અસ્થાયી રૂપે પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. ત્યારબાદ સુરક્ષા વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, અમેરિકન F-16 ફાઇટર જેટે એ વિમાનને ઈન્ટરસેપ્ટ કરીને વિસ્તાર બહાર કાઢી દીધું. આ માહિતી અમેરિકન લશ્કરી દળો દ્વારા એક નિવેદનમાં આપવામાં આવી છે.


ઉત્તર અમેરિકન ડિફેન્સ કમાન્ડે ઘટનાની પુષ્ટિ કરી

ઉત્તર અમેરિકન ડિફેન્સ કમાન્ડે ઘટનાની પુષ્ટિ કરી

ઉત્તર અમેરિકન એરોસ્પેસ સંરક્ષણ કમાન્ડ (NORAD)એ પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ગોલ્ફ કોર્સ ઉપર અજાણ્યા વિમાનના ઘૂસણખોરીની પુષ્ટિ કરી છે. આ મુજબ, આ ઘટના શનિવારે બપોરે 2:39 વાગ્યે બની હતી. છેલ્લા કેટલાક મહિનામાં આ પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં આ પાંચમી અનધિકૃત ઘૂસણખોરી હતી. અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, F-16 ફાઇટર જેટે ઈન્ટરસેપ્ટ કર્યા બાદ તેનો પીછો કર્યો અને તેને પ્રતિબંધિત વિસ્તારમાંથી બહાર કાઢ્યું. આ અજાણ્યું વિમાન કોણ હતું? હવે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના બાદ, NORADએ પાઇલટ્સને એક ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. NORADએ 5 જુલાઈ 2025ના રોજ બેડમિન્સ્ટર, ન્યૂ જર્સી ઉપર અસ્થાયી ફ્લાઇટ પ્રતિબંધ (TFR)નું ઉલ્લંઘન કરતા વિમાનને ઈન્ટરસેપ્ટ કર્યું હતું. પાઇલટ્સ માટે ઉડાન ભરતા પહેલા FAAના NOTAM (એરમેનને સૂચના) તપાસવા માટે આ એક મહત્વપૂર્ણ રીમાઇન્ડર સંદેશ છે! સાવચેત રહો. સુરક્ષિત રીતે ઉડાન ભરો.’


આ ઘટના અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલા બાદ થઈ

આ ઘટના અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલા બાદ થઈ

આ ઘટના એવા સમયે બની હતી, જ્યારે ગયા મહિને અમેરિકાના B-2 બોમ્બરોએ ઈરાનના 3 પરમાણુ સ્થળો પર ઘાતક બોમ્બમારો કર્યો હતો. આ દરમિયાન અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાનો દાવો કર્યો હતો. ત્યારથી ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. આ હુમલા બાદ, ઈરાનના એક વરિષ્ઠ ધાર્મિક નેતાએ અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને અલ્લાહના દુશ્મન જાહેર કરતાં ડેથ ઓર્ડર પણ જાહેર કરી દીધો. ત્યારથી, ટ્રમ્પની સુરક્ષા અંગે વધારાની સાવધાની રાખવામાં આવી રહી છે. એ છતાં, ટ્રમ્પના ગોલ્ફ કોર્સ વિસ્તારમાં અજાણ્યા વિમાનની ઘૂસણખોરી અમેરિકન સુરક્ષા એજન્સીઓ માટે મોટો ઝટકો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top