એજબેસ્ટનમાં પોતાના દિવ્યાંગ ફેનને કંઈક આ અંદાજમાં મળ્યો યશસ્વી જાયસ્વાલ, BCCIએ શેર કર્યો વીડિયો

એજબેસ્ટનમાં પોતાના દિવ્યાંગ ફેનને કંઈક આ અંદાજમાં મળ્યો યશસ્વી જાયસ્વાલ, BCCIએ શેર કર્યો વીડિયો

07/07/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

એજબેસ્ટનમાં પોતાના દિવ્યાંગ ફેનને કંઈક આ અંદાજમાં મળ્યો યશસ્વી જાયસ્વાલ, BCCIએ શેર કર્યો વીડિયો

Yashasvi Jaiswal Gifts Signed Bat To His Visually Impaired Fan Ravi: ભારતીય ટીમે એજબેસ્ટન મેદાન પર ઈંગ્લેન્ડનું ઘમંડ તોડ્યું. આ જીત બાદ ભારતીય ટીમના ખેલાડીઓની ચર્ચા ઠેર-ઠેર થઈ રહી છે. ખેલાડીઓને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં ફેન્સ પણ ઈંગ્લેન્ડના મેદાન પર પહોંચી રહ્યા છે. એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ફેન લાંબા સમયથી યશસ્વી જાયસ્વાલને મળવાની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ આખરે એજબેસ્ટન મેદાન પર તેની ઈચ્છા પૂરી થઈ ગઈ.


જાયસ્વાલે દિવ્યાંગ ફેનને ઓટોગ્રાફ કરેલું બેટ ભેંટમાં આપ્યું

જાયસ્વાલે દિવ્યાંગ ફેનને ઓટોગ્રાફ કરેલું બેટ ભેંટમાં આપ્યું

આ દિવ્યાંગ ફેનનું નામ રવિ હતું. યશસ્વી જાયસ્વાલે રવિને ઓટોગ્રાફ કરેલું બેટ ભેટમાં આપ્યું. રવિના રમત પ્રત્યેના અતૂટ પ્રેમ અને તેના પ્રત્યેની પ્રશંસાથી જોઈને જયસ્વાલ અભિભૂત થઈ ગયા અને તેણે બેટ પર લખ્યું, ‘રવિને પ્રેમ અને સ્નેહ સાથે શુભકામનાઓ.  દૃષ્ટિહીન હોવા હોવા છતા, રવિએ ક્રિકેટ અને ભારતીય ટીમ બાબતે પોતાની અદ્ભુત જાણકારીથી યશસ્વીને આશ્ચર્યચકિત કરી દીધો, જેનાથી આ ક્ષણ વધુ ખાસ બની ગઈ.

BCCI દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરાયેલા એક વીડિયોમાં યશસ્વીએ રવિને કહ્યું કે, ‘નમસ્તે રવિ, તમે કેમ છો? હું યશસ્વી છું, તમને મળીને ખૂબ સારું લાગી રહ્યું છે. હું તમને મળવાને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો કારણ કે મને ખબર છે કે તમે એક મોટા ક્રિકેટ ફેન છો, અને સાચું કહું તો મને ખબર નથી કે હું તમને મળવા માટે કેમ નર્વસ છું. મારી પાસે તમારા માટે એક ભેટ છે… મારું બેટ. હું ઇચ્છું છું કે તમે તેને મારી યાદના રૂપમાં રાખો. તમને મળીને ખૂબ આનંદ થયો, આ એક શાનદાર અનુભવ છે.’


રવિએ જાયસ્વાલની કરી પ્રશંસા

રવિએ જાયસ્વાલની કરી પ્રશંસા

રવિએ યશસ્વીની પણ પ્રશંસા કરતા કહ્યું કે, ‘તમને મળીને ખૂબ આનંદ થયો. ખૂબ-ખૂબ આભાર! હું તમારું બેટ મેળવવા ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે તમે એક મહાન બેટ્સમેન છો… મને લાગે છે કે તમે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છો. મને ક્રિકેટ ખૂબ પસંદ છે અને તમારી બેટિંગ જોવાનું સારું લાગે છે. મને તમારી સદીઓ ખૂબ પસંદ આવી. જ્યારે તમારો દિવસ હોય છે, ત્યારે તમે મોટી સદીઓ ફટકારી શકો છો.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top