Ship attacked in Red Sea: લાલ સાગરમાં બ્રિટનના જહાજ પર હુમલો, છોડવામાં આવી ગોળીઓ અને રોકેટ, હુત

Ship attacked in Red Sea: લાલ સાગરમાં બ્રિટનના જહાજ પર હુમલો, છોડવામાં આવી ગોળીઓ અને રોકેટ, હુતિ વિદ્રોહીઓ..

07/07/2025 World

SidhiKhabar

SidhiKhabar

Ship attacked in Red Sea: લાલ સાગરમાં બ્રિટનના જહાજ પર હુમલો, છોડવામાં આવી ગોળીઓ અને રોકેટ, હુત

Ship attacked in Red Sea off Yemen with gunfire, rocket-propelled grenades: મધ્ય પૂર્વમાં પહેલાથી જ ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે રવિવારે યમનના કિનારે લાલ સાગરમાં એક કોમર્શિયલ જહાજ પર સશસ્ત્ર લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરોએ જહાજ પર ગોળીઓ વરસાવી અને રોકેટ-સંચાલિત ગ્રેનેડ (RPG) છોડ્યા. જવાબમાં, જહાજ પરની સશસ્ત્ર સુરક્ષા ટીમે પણ ગોળીબાર કર્યો. બ્રિટનના યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરે જણાવ્યું હતું કે જહાજની સુરક્ષા ટીમે જવાબી કાર્યવાહી કરી. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસે રવિવારે બ્રિટિશ લશ્કરી જૂથના સંદર્ભે આ માહિતી આપી હતી.


હુતિ બળવાખોરોએ પહેલા પણ આવા હુમલા કર્યા છે

હુતિ બળવાખોરોએ પહેલા પણ આવા હુમલા કર્યા છે

તાજેતરના મહિનાઓમાં યમનના હુતિ બળવાખોર જૂથે આ પ્રદેશમાં અનેક કોમર્શિયલ અને લશ્કરી જહાજો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે. તેમનું કહેવું છે કે તેઓ ગાઝા પટ્ટીમાં હમાસ પર ઇઝરાયલના હુમલાના વિરોધમાં આ હુમલાઓ કરી રહ્યા છે. નવેમ્બર 2023 અને જાન્યુઆરી 2025 વચ્ચે હુતિઓએ 100 થી વધુ કોમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યા, જેમાંથી 2 ડૂબી ગયા અને 4 ખલાસીઓ મોત થઈ ગયા.


લાલ સાગરમાં વેપાર માઠી રીતે પ્રભાવિત

લાલ સાગરમાં વેપાર માઠી રીતે પ્રભાવિત

હુતિ હુમલાઓને કારણે રેડ સી કોરિડોર દ્વારા વેપાર માઠી રીતે પ્રભાવિત થયો છે. દર વર્ષે આ જળમાર્ગ પરથી લગભગ 1 ટ્રિલિયન ડોલરનો સામાન પસાર થાય છે, પરંતુ વારંવારના હુમલાઓને કારણે વેપારમાં ભારે ઘટાડો થયો છે અને વૈશ્વિક પુરવઠા શૃંખલા પર અસર પડી છે. વિશ્વ અહીંની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, કારણ કે લાલ સાગરનો આ વિસ્તાર ન માત્ર વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વૈશ્વિક વેપાર માટે જીવનરેખા જેવો છે.

હુતિ બળવાખોરોએ પોતે થોડા સમય માટે યુદ્ધવિરામ લાગૂ કર્યો હતો અને જહાજો પર હુમલા બંધ કર્યા હતા. પરંતુ માર્ચના મધ્યમાં અમેરિકાએ તેમના ઠેકાણાઓ પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા ત્યારે આ યુદ્ધવિરામનો ભંગ થયો હતો. ત્યારબાદ કેટલાક અઠવાડિયા સુધી, હુતિઓએ કોઈ જહાજ પર સીધો હુમલો કર્યો નહોતો, જોકે તેઓ હજુ પણ સમયાંતરે ઇઝરાયલને લક્ષ્ય બનાવીને મિસાઇલ હુમલા કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top