ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી બસોને લઇને મહત્વનો નિર્ણય, મુસાફરો અટવાયા! જાણો કારણ
મહારાષ્ટ્રના મરાઠા આંદોલનની અસર હવે છેક ગુજરાતમાં પડી છે. ગુજરાતની એસટી સેવા પર મરાઠા આંદોલનની અસર થઈ છે. ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસોને રોકી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર જતી બસ સાપૂતારામાં અટકાવાઈ છે. આંદોલનકારીઓ બસને નુક્સાન કરતા હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ હવે મહારાષ્ટ્ર જતાં મુસાફરો અટવાયા છે.
મરાઠા આંદોલનને કારણે હવે ગુજરાતની આંતરરાજ્ય બસ સેવા પર અસર પડી છે. વિગતો મુજબ ગુજરાત રાજ્યથી મહારાષ્ટ્ર જતી એસ ટી બસો રોકી દેવાઇ છે. જેમાં નાશિક, શિરડી, પુણે જતી એસ ટી.બસોને સાપુતારા બસ સ્ટેન્ડ પર અટકાવી દેવાઈ છે. મહત્વનું છે કે, આંદોલનકારીઓ બસને નિશાન બનાવી નુકસાન કરતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. એસ. ટી વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને પણ ધ્યાને લઇ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે. આંદોલનના ઉગ્ર થવા અંગેના એંધાણોને જોતા પ્રશાસન હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં સુરક્ષાના પુરતા અને કડક બંદોબસ્ત કરવામાં આવ્યાં છે. આ તરફ હવે આ આંદોલનની અસર ગુજરાત પર પણ પડી છે. જેને લઈ હવે ગુજરાત બોર્ડર સુધી જ મર્યાદિત બસનો રુટ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ તરફ ગુજરાતથી મહારાષ્ટ્રમાં જતાં મુસાફરો સાપુતારા ખાતે અટવાયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp