ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસનો સૌથી મોટો મુકાબલો : આજથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે WTCની ફાઈનલ રમાશે

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસનો સૌથી મોટો મુકાબલો : આજથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે

06/18/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસનો સૌથી મોટો મુકાબલો : આજથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે WTCની ફાઈનલ રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક: આજથી ઇંગ્લેન્ડના સાઉથેમ્ટન ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે. ૧૮ થી ૨૨ જૂન સુધી ચાલનારી આ મેચ માટે બંને ટીમોએ તૈયારી કરી લીધી છે. ભારતીય સમય અનુસાર બપોરે ૩ વાગ્યેથી આ મેચ રમાશે.

ભારતની પ્લેઇંગ ૧૧

ભારતે મેચ માટે પ્લેઇંગ ૧૧ જાહેર કરી દીધી છે. જે મુજબ ટીમમાં શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિ અશ્વિન, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે.

ન્યુઝીલેન્ડની પ્લેઇંગ ૧૧

કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ બ્લંડેલ, ટ્રેન્ટ બોલ્ટ, ડેવોન કોનવે, કોલિન ડી ગ્રાન્ડહોમ, મેટ હેન્રી, કાઈલ જેમિસન, ટોમ લાથમ, હેન્રી નિકોલસ, એજાજ પટેલ, ટીમ સાઉદી, રોસ ટેલર, નીલ વૈગનર, બીજે વોટલિંગ, વિલ યંગ

ભારતને ફાઈનલ મેચ પહેલા અહીં કોઈ મેચ રમવાનો અવસર મળ્યો નથી, જેના કારણે પ્લેઇંગ ઈલેવનમાં તમામ અનુભવી ખેલાડીઓને જ સ્થાન આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જયારે ન્યુઝીલેન્ડની ટીમે હાલમાં જ ઇંગ્લેન્ડ સામે બે મેચ રમી છે.

આ પહેલા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગત વર્ષે ટેસ્ટ સીરીઝ રમાઈ હતી. જોકે, તેમાં ભારતે ૦-૨ થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી ૫૯ ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ભારતે ૨૧ જીતી છે અને ૧૨ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

WTC ફાઈનલ અંગે કહેવામાં આવી રહ્યું હતું કે ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. જોકે, રિપોર્ટ્સ અનુસાર દિગ્ગજોનું માનવું છે કે સાઉથેમ્ટનમાં જે પ્રકારે ગરમી પડી રહી છે તેને જોતા ભારતના સ્પિનરોને ફાયદો થઇ શકે છે.

આ ફાઈનલ જીતનારી ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ગદા તેમજ ૧૬ લાખ ડોલર (૧૧.૭૨ કરોડ રૂપિયા) ઇનામી રકમ આપવામાં આવશે. પરંતુ જો મેચ ડ્રો થાય તો, ICC ના નિયમો અનુસાર બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top