મધદરિયે ફાયરીંગ : 280 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ પકડાઈ! ગૃહમંત્રી સંઘવીએ કહ્યું, "જીતને

મધદરિયે ફાયરીંગ : 280 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ પકડાઈ! ગૃહમંત્રી સંઘવીએ કહ્યું, "જીતને ભેજોગે, ઉતને પકડેંગે"!

04/25/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મધદરિયે ફાયરીંગ : 280 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ પકડાઈ! ગૃહમંત્રી સંઘવીએ કહ્યું,

Drugs captured near Gujarat : ગુજરાત નજીકના દરિયામાંથી આજે વધુ એક વાર ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. કરોડો રૂપિયાનો આ જથ્થો ગુજરાતમાં દાખલ થવામાં સફળ રહ્યો હોત તો કોણ જાણે કેટલાય યુવાનોનું જીવન તબાહ કરવામાં નિમિત્ત બન્યો હોત. પરંતુ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનને પગલે ડ્રગ્સનો આ જથ્થો મધદરિયે જ ઝડપાઈ ગયો હતો. આ જથ્થાની અંદાજીત કિંમત અધધધ 280 કરોડ રૂપિયા જેટલી હોવાનું જાહેર થયું છે.


'અલ હજ' નામની પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં

'અલ હજ' નામની પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય જળસીમામાં પ્રવેશેલી 'અલ હજ' નામની પાકિસ્તાની બોટમાં 9 જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ પાકિસ્તાની બોટ અંગે કોસ્ટગાર્ડને સમયસર બાતમી મળી ગઈ હતી. મળતી બાતમી મુજબ અલ હજ બોટ ગઈકાલે રાત્રિ દરમિયાન ભારતીય જળસીમામાં પ્રવેશી હતી. આ તરફ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (ATS)ની ટીમ પણ આ બોટને ઝડપી લેવા માટે તૈયાર હતી.

કોસ્ટગાર્ડ અને ATSને જોતાની સાથે જ પાકિસ્તાની બોટ અલ હજ પર સવાર લોકોએ પોતાની બોટમાંથી કેટલાક પેકેટ્સ લઈને ધડાધડ દરિયાના પાણીમાં ફેંકવા માંડ્યા હતા, એ સાથે જ એમણે ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ ભારતીય દળોની ચુસ્તીને કારણે આ લોકો અસફળ રહ્યા હતા.


કોસ્ટગાર્ડે ફાયરિંગ કરીને બોટ રોકી, અને હેરોઈન જપ્ત કર્યું

કોસ્ટગાર્ડે ફાયરિંગ કરીને બોટ રોકી, અને હેરોઈન જપ્ત કર્યું

કોસ્ટ ગાર્ડને જોઈને પાકિસ્તાની બોટે પાછા ફરીને ભાગવાની કોશિશ કરી હતી. પાકિસ્તાની બોટ અત્યંત સ્પીડમાં ભાગી શકે એ માટે સક્ષમ હતી. પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડણા જવાનો મોકો ચૂકવા માંગતા નહોતા. એટલે પાકિસ્તાની બોટ તરફ ફાયરિંગ શરુ કરવામાં આવ્યું હતું.

ફાયરિંગને કારણે અલ હજ પર સવાર એક ક્રૂ મેમ્બરને ઇજા થઇ હતી. આખરે અલ હજ પર સવાર પાકિસ્તાનીઓ પાસે ભારતીય દળોને શરણે આવવા સિવાય કોઈ ઉપાય બચ્યો નહોતો. કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSના આ સંયુક્ત ઓપરેશનને કારણે આશરે 280 કરોડ રૂપિયાની કિંમત ધરાવતું હેરોઈન કબજે કરવામાં આવ્યું હતું.


ગૃહમંત્રી હર્ષ સંઘવીનું જોરદાર ટ્વિટ

ગૃહમંત્રી હર્ષ સંઘવીનું જોરદાર ટ્વિટ

આ ઘટનાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જોરદાર ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, "ये पाकिस्तान के ड्रग्स नेटवर्क पर गुजरात पुलिस (ATS), कोस्ट गार्ड, NCB की 'दरियाई स्ट्राइक' है! આ ટ્વિટમાં વધુમાં લખ્યું હતું કે  जितने भेजोगे उतने पकड़ेंगे, वेलकम टू गुजरात जेल… पूरी ज़िंदगी गुजारों काल कोठरी में"


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top