સ્વામીનારાયણ સંતે કર્યું ખોડીયાર માંનું અપમાન! પહેલા લવારો કર્યો, રૂમમાં પુરાઈ ગયા અને હવે હાથ

સ્વામીનારાયણ સંતે કર્યું ખોડીયાર માંનું અપમાન! પહેલા લવારો કર્યો, રૂમમાં પુરાઈ ગયા અને હવે હાથ જોડીને માંગી માફી, જુઓ શું કહ્યું

09/15/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સ્વામીનારાયણ સંતે કર્યું ખોડીયાર માંનું અપમાન! પહેલા લવારો કર્યો, રૂમમાં પુરાઈ ગયા અને હવે હાથ

સાળંગપુર ભીત ચિત્રોનો વિવાદ માંડ માંડ થાળે પડ્યા બાદ ફરી એકવાર વિવાદીત નિવેદનને લઈ ધાર્મિક મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. સ્વામી બ્રહ્મસ્વરૂપે ખોડિયાર માતાજીનું અપમાન કર્યું હતું. માતાજી વિશે વાણી વિલાસ કર્યા બાદ હવે ભારે વિરોધ વચ્ચે માફી માંગી છે. તેમણે કહ્યું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. જાણો શું હતો સમગ્ર મામલો


શું હતો સમગ્ર મામલો ?

શું હતો સમગ્ર મામલો ?

સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી બ્રહ્મ સ્વરૂપે એક વાયરલ વીડિયોમાં કહ્યું હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું  બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.


બ્રહ્મસ્વરૂપદાસે માંગી માફી

આ તરફ વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ બફાટ કર્યા મામલે હવે માફી માંગી છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડીયાર માતાજી મામલે ટિપ્પણી કરી હતી. જે બાદમાં ખોડલ ધામ ટ્રસ્ટ અને ભક્તોની લાગણી દુભાઈ હતી. જેને લઈ હવે વડતાલ મંદિરના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માંગી છે. તેમણે કહ્યું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દિલગીરી સાથે, હાથ જોડીને કરબદ્ધ ક્ષમા યાચના ચાહું છું. આ સાથે કહ્યું કે, ફરી વખત આનું પુનરાવર્તન નહી થાય તેની ખાતરી આપું છું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top