2, 3 અને 5 રૂપિયાના શેરમાં રોકાણ કરનારાઓ બન્યા લખપતિ : જાણો બમ્પર રિટર્ન આપતા સસ્તા શેર વિશે

2, 3 અને 5 રૂપિયાના શેરમાં રોકાણ કરનારાઓ બન્યા લખપતિ : જાણો બમ્પર રિટર્ન આપતા સસ્તા શેર વિશે

10/09/2021 Business

SidhiKhabar

SidhiKhabar

2, 3 અને 5 રૂપિયાના શેરમાં રોકાણ કરનારાઓ બન્યા લખપતિ : જાણો બમ્પર રિટર્ન આપતા સસ્તા શેર વિશે

સામાન્ય રીતે, સાવચેતી સાથે સસ્તા શેરો (Penny Stokes)માં નાણાંનું રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેઓ વધુ જોખમ ધરાવે છે. પરંતુ, રૂ. 2 થી રૂ. 25 સુધીના આ પેની સ્ટોક્સએ રોકાણકારોને સમૃદ્ધ બનાવવા માટે પણ કામ કર્યું છે. જાણો આવા કેટલાક સસ્તા સ્ટોક્સ વિશે, જેણે છેલ્લા એક વર્ષમાં 9,100% સુધીનું વળતર આપ્યું છે. એટલે કે, જો કોઈ રોકાણકારે આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેને રૂપિયા 90 લાખથી વધુ વળતર મળ્યું હોત. તો ચાલો જાણીએ કે ક્યા પેની શેરો જબરદસ્ત વળતર આપે છે...


ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સ

ઓક્ટોબર 2020માં, ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સનો સ્ટોક 1.24 રૂપિયાના સ્તરે હતો. 8 ઓક્ટોબર 2021 ના ​​રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીનો શેર રૂ. 125.90 પર બંધ થયો હતો. કંપનીના શેરોએ માત્ર એક વર્ષમાં 9100% થી વધુ વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં કંપનીના સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તે રકમ 91 લાખ રૂપિયાથી વધુ હોત.


આદિનાથ ટેક્સટાઇલ

આદિનાથ ટેક્સટાઇલ

ઓક્ટોબર 2020 માં આદિનાથ ટેક્સટાઇલ્સના શેર 1.48 રૂપિયાના સ્તરે હતા. 8 ઓક્ટોબર 2021 ના ​​રોજ, બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીના શેર 64.40 રૂપિયા પર બંધ થયા. છેલ્લા 1 વર્ષમાં, આદિનાથ ટેક્સટાઇલ્સના શેરોએ રોકાણકારોને 4300% થી વધુનું વળતર આપ્યું છે. એટલે કે, જો તમે એક વર્ષ પહેલા કંપનીના સ્ટોકમાં 1 લાખ મૂકયા હોત તો આજે તેનું મૂલ્ય 43 લાખ રૂપિયાથી વધુ હોત.


ટાટા ટેલિસર્વિસિસ

ઓક્ટોબર 2020 માં ટાટા ટેલિસર્વિસીસ (મહારાષ્ટ્ર) લિમિટેડનો શેર 3 રૂપિયાની નજીક હતો. 8 ઓક્ટોબર 2021 ના ​​રોજ, BSE પર કંપનીના શેર રૂ. 43.60 પર બંધ થયા. કંપનીના શેરોએ છેલ્લા એક વર્ષમાં 1,200% થી વધુ વળતર આપ્યું છે. મતલબ, જો કોઈ રોકાણકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તે રકમ 14 લાખ રૂપિયાથી વધુ હોત.


બ્રાઇટકોમ ગ્રુપ

બ્રાઇટકોમ ગ્રુપ

ઓક્ટોબર 2020માં બ્રાઇટકોમ ગ્રુપના શેર 5.5 રૂપિયાની નજીક હતા. 8 ઓક્ટોબર 2021ના ​​રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીના શેર રૂ. 78.25 પર બંધ થયા હતા. કંપનીના શેરોએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 1,100% થી વધુ વળતર આપ્યું છે. એટલે કે, જો કોઈ વ્યક્તિએ બ્રાઈટકોમ ગ્રુપના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો વર્તમાન સમયે તેનું મૂલ્ય 14 લાખ રૂપિયાથી વધુ હોત.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top