‘નાની આંખોવાળા..’, PM મોદીનો ચીન પર હુમલો, વિદેશી સામાન ન ખરીદવાની કરી અપીલ
સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનનું નામ લીધા વિના પરોક્ષ રીતે તેના પર નિશાન સાધ્યું. ગાંધીનગરમાં એક જાહેર સભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ન માત્ર ભારતની અર્થવ્યવસ્થાની ઉપલબ્ધિઓ ગણાવી, પરંતુ સ્પષ્ટ કર્યું કે હવે લક્ષ્ય ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું છે. તેના માટે પોતાના ઘરો પર વિદેશી વસ્તુઓ પર આપણી નિર્ભરતા ઘટાડવી પડશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજે આપણે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા છીએ. આપણે જાપાનને પાછળ છોડી દીધું છે. પણ હવે, ચાર બનવાના આનંદ કરતા પણ વધુ દબાણ છે, ત્રીજી અર્થવ્યવસ્થા ક્યારે બનીશું. અમારો ઉદ્દેશ્ય એ છે કે ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બને અને તેમાં કોઈ સમાધાન નહીં થાય.
વડાપ્રધાન મોદીએ ફરીથી આડકતરી રીતે ચીની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરતા કહ્યું કે, ‘અમે ગામે ગામના વેપારીઓને સોગંધ લેવડાવીશું કે તેઓ વિદેશી વસ્તુઓનો ઉપયોગ ન કરે. અહીં સુધી કે ભગવાન ગણેશની મૂર્તિઓ પણ વિદેશથી આવી રહી છે. નાની આંખોવાળા ગણેશજી... આ હવે નહીં ચાલે.
વડાપ્રધાન મોદીનું આ નિવેદન સ્પષ્ટપણે ચીનથી આયાત કરાયેલી મૂર્તિઓ અને સુશોભન વસ્તુઓને લઈને હતું, જે ભારતીય બજારમાં મોટી માત્રામાં વેચાય છે. આ દરમિયાન તેમણે 'ઓપરેશન સિંદૂર'નો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આ સિંદૂરિયા મિજાજ, આ સિંદૂરિયા સ્પિરિટ... હવે તે જનશક્તિની મદદથી આગળ વધશે. આ અભિયાન હવે માત્ર સેનાનું નથી, પરંતુ 140 કરોડ દેશવાસીઓનું છે. હવે આપણે કોઈ વિદેશી વસ્તુનો ઉપયોગ નહીં કરીએ.
વડાપ્રધાને એમ પણ કહ્યું કે, આપણને પોતાની ધરતી, પોતાની માટી અને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુઓ પર ગર્વ હોવો જોઈએ. આપણે પોતાની બ્રાન્ડ પર ગર્વ કરવો જોઈએ. આ માટીની જેમાં સુગંધ હશે, એ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ. વડાપ્રધાન મોદીએ એ સંદેશ પણ આપ્યો કે આત્મનિર્ભરતા હવે માત્ર એક નારો નથી, પરંતુ એક રાષ્ટ્રીય આંદોલન છે. તેમણે કહ્યું કે, ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં દરેક નાગરિકની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે અને તેના માટે સૌથી પહેલું પગલુ છે કે આપણે પોતાના ઘરોમાં જોઈએ કે, હજી પણ કેટલી વિદેશી વસ્તુઓ આપણી જરૂરિયાતોનો હિસ્સો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp