IPL 2025ની ક્લોઝિંગ સેરેમની સેનાને સમર્પિત, ભારતીય સેના માટે BCCI કરવા જઇ રહી છે સ્પેશિયલ ઇવેન્

IPL 2025ની ક્લોઝિંગ સેરેમની સેનાને સમર્પિત, ભારતીય સેના માટે BCCI કરવા જઇ રહી છે સ્પેશિયલ ઇવેન્ટ

05/27/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

IPL 2025ની ક્લોઝિંગ સેરેમની સેનાને સમર્પિત, ભારતીય સેના માટે BCCI કરવા જઇ રહી છે સ્પેશિયલ ઇવેન્

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ક્લોઝિંગ સેરેમની ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત રહેશે. આ દરમિયાન, ‘ઓપરેશન સિંદૂરના વીરોનું સન્માન કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જાહેરાત કરી છે કે આગામી IPL 2025ની ક્લોઝિંગ સેરેમની ભારતીય સશસ્ત્ર દળોના સન્માનમાં સમર્પિત કરવામાં આવશે.


BCCI સચિવે આપી માહિતી

BCCI સચિવે આપી માહિતી

આ સેરેમની 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જ્યાં IPLની ફાઇનલ રમાશે. આ પહેલનો હેતું ઓપરેશન સિંદૂર’ હેઠળ આતંકવાદી ઠેકાણાઓ વિરુદ્ધ ભારતીય સેનાની સફળ કાર્યવાહીને સન્માનિત કરવાનો છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે, અમે BCCI તરફથી, આપણાં વીર સૈનિકોની બહાદુરી, હિંમત અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરીએ છીએ.

ઓપરેશન સિંદૂર’ હેઠળ આપણા સૈનિકોએ જે બહાદુરી બતાવી છે. તેઓ દેશને સુરક્ષિત રાખવા સાથે-સાથે આપણા બધાને પ્રેરિત પણ કરે છે. આજ સન્માનમાં અમે નિર્ણય લીધો છે કે IPL 2025ની ક્લોઝિંગ સેરેમનીને સેનાને સમર્પિત કરીશું અને આપણા સૈનિકોને સન્માનિત કરીશું. ક્રિકેટ ભલે દેશની સૌથી લોકપ્રિય રમત છે, પરંતુ દેશનું સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા પહેલા આવે છે.


IPL એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી

IPL એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી

22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત બાદ, ભારતીય સશસ્ત્ર દળોએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો, જેથી IPL એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. ટૂર્નામેન્ટ ફરી શરૂ થયા બાદ, વિવિધ મેચોમાં ખેલાડીઓ દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું અને સ્ટેડિયમમાં ‘Thank You Armed Forces’ જેવા સંદેશ પ્રદર્શિત કર્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top