તિરંગા યાત્રા દરમિયાન શખ્સે લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, લોકોએ ચખાવ્યો મેથીપાક, જુઓ વીડિય

તિરંગા યાત્રા દરમિયાન શખ્સે લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, લોકોએ ચખાવ્યો મેથીપાક, જુઓ વીડિયો

05/28/2025 National

SidhiKhabar

SidhiKhabar

તિરંગા યાત્રા દરમિયાન શખ્સે લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, લોકોએ ચખાવ્યો મેથીપાક, જુઓ વીડિય

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, દેશભરમાં તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ યાત્રાનો હિસ્સો રહી ચૂક્યા છે. આ જ ક્રમમાં આસામમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ યાત્રા લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ જ્યારે લોકોએ અચાનક એક વ્યક્તિને પકડીને મેથીપાક ચખાવ્યો. કારણ? રેલીનો ફાયદો ઉઠાવીને, આ વ્યક્તિ હિન્દુસ્તાન મુર્દાબાદ અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યો હતો. ત્યારબાદ લોકોએ તેને આમ કરતો સાંભળ્યો અને પછી શું હતું. લોકોએ પકડીને મેથીપાકનો સ્વાદ ચખાવી નાખ્યો. ત્યારબાદ પોલીસ અને ફોર્સે તેને લોકોથી બચાવ્યો અને પોતાની સાથે લઈ ગઇ.


પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા એક વ્યક્તિને લોકોએ માર માર્યો

પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા એક વ્યક્તિને લોકોએ માર માર્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, મેદાનમાં ભેગી થયેલી ભીડ એક વ્યક્તિને ઢોર માર મારતી જોવા મળે છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે કથિત રીતે આ વ્યક્તિ પર રેલી દરમિયાન હિન્દુસ્તાન મુર્દાબાદ અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવાનો આરોપ છે. ત્યારબાદ, જનતાએ તેને પકડી લીધો, તેને ખૂબ માર માર્યો અને પોલીસને સોંપી દીધો. વાયરલ વીડિયોમાં લોકો અપશબ્દોનો કહેતા તેને દેશદ્રોહી કહી રહ્યા છે. જ્યારે પોલીસ અને ફોર્સ તે વ્યક્તિને ભીડથી અલગ કરવાનો પ્રયાસ કરી રહી છે.

રસપ્રદ વાત એ છે કે જે દેશને તે 'મુર્દાબાદ' કહેતો હતો, તે જ દેશની સેનાએ તેને ટોળાથી બચાવીને મોઢા અને વિચારસરણી પર જોરદાર થપ્પડ મારી છે. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે


યુઝર્સ પણ ગુસ્સે થયા

યુઝર્સ પણ ગુસ્સે થયા

આ વીડિયો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. એવામાં, યુઝર્સ વીડિયોને લઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ દેશના ગદ્દારોને ઓળખવાનો પ્રયાસ છે. બીજા એક યુઝરે લખ્યું કે, આ કેવા લોકો છે, તેઓ જ્યાં રહે છે તેને મુરદાબાદ કહી રહ્યા છે. જ્યારે બીજા એક યુઝરે લખ્યું...હિન્દુસ્તાન જિંદાબાદ હૈ, કોઈ શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top