આદિવાસી યુવકને કર્યો નિર્વસ્ત્ર અને પછી વીજ પોલ સાથે બાંધીને માર માર્યો; જુઓ વીડિયો

આદિવાસી યુવકને કર્યો નિર્વસ્ત્ર અને પછી વીજ પોલ સાથે બાંધીને માર માર્યો; જુઓ વીડિયો

05/29/2025 National

SidhiKhabar

SidhiKhabar

આદિવાસી યુવકને કર્યો નિર્વસ્ત્ર અને પછી વીજ પોલ સાથે બાંધીને માર માર્યો; જુઓ વીડિયો

કેરળના પલક્કડ સ્થિત અટ્ટાપડીમાં એક આદિવાસી યુવક પર કથિત હુમલાના સમાચાર સામે આવ્યા છે. પહેલા યુવકના કપડાં ઉતારવામાં આવ્યા અને પછી તેને વીજ પોલ સાથે બાંધી દેવામાં આવ્યો હતો. યુવકનો એકમાત્ર વાંક એ હતો કે તેણે ટ્રાફિકમાં અવરોધ ઉભો કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. એક કલાકથી વધુ સમય સુધી ભારે વરસાદમાં યુવકને થાંભલા સાથે બાંધી રાખવામાં આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ રાજ્યમાં લોકો ગુસ્સે ભરાયા છે. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે 2 ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરી છે.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ સમગ્ર ઘટના શનિવાર, 24 મેની છે. આ દિવસે સાંજના સમયે 19 વર્ષીય યુવક સીજુ વી. પલક્કડના અગાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિત્તૂર આદિવાસી વસાહતમાં રસ્તા પર ચાલી રહ્યો હતો. પોલીસને આપેલી ફરિયાદ મુજબ, તે અકસ્માતે રસ્તા પર લપસી ગયો. ત્યારે જ એક મીની ટ્રક તેની નજીક આવી. સીજુના જણાવ્યા અનુસાર, ગાડીમાંથી 2 લોકો બહાર આવ્યા અને ગાળો આપવા લાગ્યા. ત્યારબાદ તેમણે સીજુ સાથે ઝપાઝપી કરી. તેમણે કહ્યું કે સિજુ જાણી જોઈને તેમના વાહનની સામે પડયો હતો. તેમાંથી એકે તેને વીજળીના થાંભલા સાથે બાંધી દીધો હતો જ્યારે બીજાએ આખી ઘટના મોબાઇલ ફોન પર રેકોર્ડ કરી લીધી હતી.

આરોપ છે કે ત્યારબાદ પણ તેમણે સિજુને ન છોડ્યો. તેમણે તેને ભારે વરસાદમાં લગભગ એક કલાક સુધી વીજ પોલ સાથે બાંધી દીધો હતો. આ દરમિયાન તે તેને જવા દેવા માટે વિનંતી કરતો રહ્યો. પરંતુ ટ્રકવાળાએ તેની એક વાત ન સાંભળી. તેઓ તેને ત્યાં જ છોડીને ચાલ્યા ગયા. ત્યરબાદ, સિજુની વસાહતમાં રહેતા કેટલાક લોકો તેને હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલના ડોકટરોએ સ્થાનિક પોલીસને હુમલાની જાણ કરી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. 27 મેના રોજ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ, પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમો હેઠળ FIR નોંધી હતી.


સિજુ સામે કેસ નોંધવામાં આવ્યો

સિજુ સામે કેસ નોંધવામાં આવ્યો

આ દરમિયાન, અગાલી પોલીસે જણાવ્યું હતું કે મીની ટ્રક ડ્રાઇવરોએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. ફરિયાદમાં, તેમણે આરોપ લગાવ્યો છે કે સિજુએ તેમના વાહનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેની સાથે મારપીટ થઈ રહી હતી, ત્યારે સિજુએ કથિત રીતે મીની ટ્રક પર પથ્થર ફેંક્યો.

ટ્રકને થયેલા નુકસાનથી ગુસ્સે ભરાયેલા બંનેએ યુવકને થાંભલા સાથે બાંધી દીધો. પોલીસે જણાવ્યું કે ટ્રક માલિકની ફરિયાદના આધારે, સિજુ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં, પોલીસે બંને ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ વિષ્ણુ દાસ (ઉંમર 31 વર્ષ) અને રેજી મેથ્યુ ( ઉંમર 21 વર્ષ) તરીકે થઈ છે. બંને અટ્ટાપડીના શોલાયુરના રહેવાસી છે. બંને સ્થાનિક ડેરી માટે દૂધ કલેક્શન એજન્ટ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top