Video: 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની પટના એરપોર્ટ પર થઈ PM મોદી સાથે મુલાકાત, સ્ટાર ક્રિકેટરે ચરણ સ્પર્શ કરીને લીધા આશીર્વાદ!
વૈભવ સૂર્યવંશીએ 30 મે (શુક્રવાર)ના રોજ પટના એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વૈભવે વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન વૈભવના માતા-પિતા પણ હાજર હતા. 14 વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર રમત દેખાડી હતી. ગુજરાત ટાઇટન્સ (GT) વિરુદ્ધ મેચમાં વૈભવે બેટથી તબાહી મચાવી હતી. વૈભવે તે મેચમાં માત્ર 35 બૉલમાં સદી ફટકારી હતી. આ સાથે વૈભવ IPLમાં સૌથી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી સાથેની પોતાની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના X હેન્ડલ પર લખ્યું કે, ‘યુવા ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશી અને તેના પરિવાર સાથે પટના એરપોર્ટ પર મુલાકાત થઈ. તેના ક્રિકેટ સ્કિલની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. તેના ભવિષ્ય માટે મારી શુભેચ્છાઓ.’
વૈભવ સૂર્યવંશીએ IPLની વર્તમાન સીઝનમાં કુલ 7 મેચ રમી. જેમાં તેણે 252 રન બનાવ્યા. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 36.00 રહી. તો, સ્ટ્રાઈક રેટ 206.55ની રહી. તે કુલ 122 બોલ રમ્યો, જેમાં 18 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકાર્યા.
Vaibhav’s fearless approach, bat speed, picking the length early, and transferring the energy behind the ball was the recipe behind a fabulous innings.End result: 101 runs off 38 balls. Well played!!pic.twitter.com/MvJLUfpHmn — Sachin Tendulkar (@sachin_rt) April 28, 2025
Vaibhav’s fearless approach, bat speed, picking the length early, and transferring the energy behind the ball was the recipe behind a fabulous innings.End result: 101 runs off 38 balls. Well played!!pic.twitter.com/MvJLUfpHmn
14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ IPLની વર્તમાન સીઝનમાં 19 એપ્રિલ 2025ના રોજ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે આ મેચના પહેલા જ બૉલ પર છગ્ગો ફટકાર્યો હતો અને 20 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ જોઈને લખનૌના બોલર શાર્દુલ ઠાકુર, જે આ ઓવર ફેંકી રહ્યો હતો, તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
At Patna airport, met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family. His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours. pic.twitter.com/pvUrbzdyU6 — Narendra Modi (@narendramodi) May 30, 2025
At Patna airport, met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family. His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours. pic.twitter.com/pvUrbzdyU6
28 એપ્રિલ 2025ના રોજ, તેણે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 38 બોલમાં 101 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં, તેણે 35 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી, જે IPL ઇતિહાસમાં બીજી સૌથી ફાસ્ટ સદી હતી. તો, તે IPLમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી (14 વર્ષ 32 દિવસ) પણ બની ગયો હતો. આ જ મેચમાં, તેણે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી, જે IPL 2025ની સૌથી ફાસ્ટ અડધી સદી હતી. આ સાથે, તે T20 ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી પણ બની ગયો.
#WATCH | At Patna airport, PM Narendra Modi met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family."His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours," tweeted PM Modi pic.twitter.com/DAmYuD8Y2t — ANI (@ANI) May 30, 2025
#WATCH | At Patna airport, PM Narendra Modi met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family."His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours," tweeted PM Modi pic.twitter.com/DAmYuD8Y2t
IPL 2025ની હરાજીમાં, વૈભવ સૂર્યવંશીને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જંગ જોવા મળી હતી. તેની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી, પરંતુ તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા 1.10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp