ઇઝરાયેલની એરસ્ટ્રાઈકમાં હમાસ ચીફના રામ રમી ગયા; બેન્જામીન નેતનયાહૂએ પોતે કરી આ જાહેરાત

ઇઝરાયેલની એરસ્ટ્રાઈકમાં હમાસ ચીફના રામ રમી ગયા; બેન્જામીન નેતનયાહૂએ પોતે કરી આ જાહેરાત

05/29/2025 World

SidhiKhabar

SidhiKhabar

ઇઝરાયેલની એરસ્ટ્રાઈકમાં હમાસ ચીફના રામ રમી ગયા; બેન્જામીન નેતનયાહૂએ પોતે કરી આ જાહેરાત

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે બુધવારે  કહ્યું હતું કે હમાસના ગાઝા ચીફ મોહમ્મદ સિનવારને ખતમ કરી દેવામાં આવ્યો છે. ઇઝરાયલી સેના લાંબા સમયથી હમાસના ગાઝા ચીફ મોહમ્મદ સિનવારને શોધી રહી હતી. સિનવાર ભૂતપૂર્વ હમાસ નેતા યાહ્યા સિનવારનો નાના ભાઈ હતો, જે ગયા વર્ષે ઇઝરાયલી સૈનિકો સાથેની ગોળીબારમાં માર્યા માર્યો ગયો હતો.

14 મેના રોજ ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં હમાસના વડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના અહેવાલો હતા. તે સમયે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ અથવા IDF, એ પુષ્ટિ કરવાની સ્થિતિમાં નહોતું કે હમાસનો પ્રમુખ હુમલામાં માર્યો ગયો છે કે નહીં. મોહમ્મદ સિનવાર ભૂતપૂર્વ હમાસ પ્રમુખ યાહ્યા સિનવારનો ભાઈ હતો, જે ઓક્ટોબર 2024માં ઇઝરાયલી સેના સાથેની અથડામણમાં માર્યો ગયો હતો.


મોહમ્મદ સિનવાર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો

મોહમ્મદ સિનવાર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો

ગાઝામાં હમાસના બચેલા છેલ્લા ટોપ કમાન્ડરોમાંથી એક, મોહમ્મદ સિનવાર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિનવાર જે જગ્યાએ છુપાયો હતો તે જગ્યાનો ઉપયોગ કમાન્ડ સેન્ટર તરીકે થતો હતો. જ્યારે 14 મેના રોજ, ઇઝરાયલ સંરક્ષણ દળોએ કમાન્ડ સેન્ટર પર સચોટ ડ્રોન હુમલો કર્યો. કમાન્ડ સેન્ટર ખાન યુનિસમાં યુરોપિયન હોસ્પિટલની નીચે સ્થિત હતું. સચોટ હુમલા બાદ ઇઝરાયલી સેનાએ એક વીડિયો બહાર પાડ્યો, જેમાં તે હોસ્પિટલની નીચે એક ટનલ બતાવે છે, જે હમાસ નિયંત્રિત વિસ્તાર તરફ જતી હતી.


સિનવારના ખાત્મા બાદ નેતન્યાહૂએ સંસદમાં શું કહ્યું?

સિનવારના ખાત્મા બાદ નેતન્યાહૂએ સંસદમાં શું કહ્યું?

ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇઝરાયલી સંસદ નેસેટના પોડિયમ પરથી કહ્યું કે અમે મોહમ્મદ સિનવારને ખતમ કરી દીધો છે. ઇઝરાયલે ઇસ્માઇલ હનીયા, મોહમ્મદ દેઇફ, યાહ્યા સિનવાર અને હવે મોહમ્મદ સિનવારને ખતમ કરી દીધો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top