પાછો ડરાવવા લાગ્યો કોરોના! દેશમાં એક્ટિવ કેસ 1000ને પાર, અત્યાર સુધી 11 લોકોના મોત
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. કોવિડના કેસ દરરોજ સામે આવી રહ્યા છે. બુધવાર સવાર સુધી ભારતમાં 1047 સક્રિય કેસ મળી આવ્યા હતા. મહારાષ્ટ્રમાં 66 અને ઉત્તર પ્રદેશમાં 10 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે મરનારા લોકોની સંખ્યા પણ 11 પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઘણા રાજ્યોએ હોસ્પિટલોને માર્ગદર્શિકા જાહેર કરી છે.
આરોગ્ય મંત્રાલયે 26 મે સુધીના ડેટા અપડેટ કર્યા હતા. તેમાં જણાવાયું હતું કે દેશમાં 1010 સક્રિય કેસ હતા, પરંતુ હવે તેની સંખ્યા વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં 66 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 31 કેસ મુંબઈ શહેરના છે. જો અહીં કુલ સક્રિય કેસની વાત કરીએ તો તે 325 થઈ ગયા છે. મુંબઈમાં કોરોનાના વધતા કેસ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેજે હોસ્પિટલમાં 15 બેડનો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. અહી 26 મે સુધી અહીં 15 સક્રિય કેસ હતા, જે હવે 10 વધુ વધ્યા છે. ગાઝિયાબાદમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા 14 પર પહોંચી ગઈ છે. હોમ આઇસોલેશનમાં 13 દર્દીઓ છે અને એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે. ગાઝિયાબાદમાં 4 મહિનાનું બાળક પણ પોઝિટિવ જોવા મળ્યું છે. રાજ્યની હોસ્પિટલોને કોરોના અંગે એલર્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હવે 100ને પાર થઇ ગઈ છે. રાજ્યમાં હાલ 109 જેટલા દર્દી કોરોનાનાની સારવાર હેઠળ છે. રાહતની વાત એ છે કે, હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp