ચીને 75 ગરીબ દેશોને લોનની જાળમાં ફસાવ્યા, અબજો ડોલર પરત કરવાનું બનાવી રહ્યું છે દબાણ, BRIને લઈન

ચીને 75 ગરીબ દેશોને લોનની જાળમાં ફસાવ્યા, અબજો ડોલર પરત કરવાનું બનાવી રહ્યું છે દબાણ, BRIને લઈને થયો નવો ખુલાસો

05/28/2025 World

SidhiKhabar

SidhiKhabar

ચીને 75 ગરીબ દેશોને લોનની જાળમાં ફસાવ્યા, અબજો ડોલર પરત કરવાનું બનાવી રહ્યું છે દબાણ, BRIને લઈન

ચીન ગરીબ દેશોને તેની લોનની જાળમાં કેવી રીતે ફસાવે છે તેનું તાજેતરનું ઉદાહરણ સામે આવ્યું છે. એક નવા અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ચીને ગરીબ અને નબળા દેશોને એટલી બધી લોન આપી છે કે તેઓ હવે લોન ચૂકવવા માટે ભારે દબાણનો સામનો કરી રહ્યા છે. વિશ્વના 75 સૌથી ગરીબ દેશો ચીનના લોનના બોજ હેઠળ દબાયેલા છે અને તેમણે આ વર્ષે ચીનને લોનના હપ્તા તરીકે 22 અબજ ડોલર ચૂકવવાના છે.

ઓસ્ટ્રેલિયન વિદેશ નીતિ થિંકટેન્ક Lowy ઇન્સ્ટિટ્યૂટે મંગળવારે એક વિશ્લેષણ પ્રકાશિત કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે 75 ગરીબ દેશોએ ચીનને રેકોર્ડ લોનના હપ્તાની ચુકવણી કરવાની બાકી છે. લોવીની ગણતરી મુજબ, ચીને વિશ્વના 75 સૌથી ગરીબ દેશોને 35 અબજ ડોલરની લોન આપી છે. વર્તમાન અને આગામી દાયકામાં, ચીન વિકાસશીલ દેશો માટે બેન્કર કરતા વધુ લેણદાર રહેશે.

ગરીબ દેશો પર ઊંચા વ્યાજ દરે ચીની લોન ચૂકવવાનું દબાણ આરોગ્ય, શિક્ષણ અને આબોહવા પરિવર્તન જેવા ક્ષેત્રોમાં તેમના ખર્ચને પણ અસર કરી રહ્યું છે અને આ દેશો લોન ચૂકવવાના દબાણ હેઠળ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ચીને એ સમયે લોન આપવાનું બંધ કરી દીધું જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી. જ્યારે દેશો પહેલેથી જ ગંભીર આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે ચીને તેમની પાસે લોન વસૂલાત શરૂઆત કરી દીધી છે.


BRI દ્વારા ગરીબ દેશોને લોનની જાળમાં ફસાવી રહ્યું છે ચીન

BRI દ્વારા ગરીબ દેશોને લોનની જાળમાં ફસાવી રહ્યું છે ચીન

આ લોન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) હેઠળ 75 ગરીબ દેશોને આપવામાં આવી હતી. આ અંતર્ગત, ચીન ગરીબ અને વિકાસશીલ દેશોને શાળાઓ, પુલ અને હૉસ્પિટલોથી લઈને રસ્તાઓ, શિપિંગ અને એરપોર્ટના નિર્માણ માટે મોટી લોન આપી રહ્યું છે. ચીન ગરીબ દેશોને ઊંચા વ્યાજ દરે નાણાં આપીને લોનની જાળમાં ફસાવી રહ્યું છે અને પછી ત્યાં તેની વ્યૂહાત્મક હાજરીને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. લોન આપવાની સ્પર્ધાને કારણે, ચીન આજે વિશ્વનો સૌથી મોટો ધિરાણકર્તા બની ગયો છે. વર્ષ 2016માં, ચીનનું કુલ દેવું વધીને 50 અબજ ડોલર વધુ થઈ ગયું હતું, જે એક સમયે બધા પશ્ચિમી ધિરાણકર્તાઓના કુલ દેવાથી વધારે છે.

લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગયા મહિને કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે સ્થાનિક ઉર્જા ક્ષેત્રમાં ભારે રોકાણને કારણે લાઓસ ગંભીર દેવાના સંકટમાં ફસાઈ ગયું છે. ચીને તેને મોટી લોન આપી અને લાઓસે વિચાર્યા વિના સ્થાનિક ઊર્જામાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું. હવે તે લોનના બોજ નીચે દબાઈ ગયો છે. જોકે, ચીન સરકાર આ આરોપોને નકારે છે કે તે જાણી જોઈને કોઈપણ દેશને લોનની જાળમાં ફસાવી રહી છે. ઘણા દેશો એમ પણ કહે છે કે જ્યારે બધા દેશોએ તેમને લોન આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે માત્ર ચીને જ લોનની રજૂઆત કરી. પરંતુ લોવીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીન આ લોનનો ઉપયોગ તેના રાજકીય ફાયદા માટે કરી શકે છે. ટ્રમ્પ પ્રશાસને વિદેશી સહાયમાં ભારે ઘટાડો કર્યો હોવાથી પણ આ વાત કહેવામાં આવી રહી છે.

આ અહેવાલમાં હોન્ડુરાસ, નિકારાગુઆ, સોલોમન ટાપુઓ, બુર્કિના ફાસો અને ડોમિનિકન રિપબ્લિકને આપવામાં આવેલી મોટી માત્રામાં નવી લોનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દેશોએ તાઇવાન સાથેના સંબંધો ખતમ કરી દીધા છે અને ચીન સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા છે અને તેના 18 મહિનાની અંદર, ચીને આ દેશોને નવી લોન આપી દીધી છે.


ચીન પર લોન વસૂલવાનું સ્થાનિક દબાણ

ચીન પર લોન વસૂલવાનું સ્થાનિક દબાણ

ચીને પાકિસ્તાન, કઝાકિસ્તાન, લાઓસ અને મંગોલિયા સહિત કેટલાક વ્યૂહાત્મક ભાગીદારોને ભારે લોન આપી છે. આર્જેન્ટિના, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા મહત્ત્વપૂર્ણ ખનિજો અને ધાતુઓનું ઉત્પાદન કરતા દેશોને પણ ચીન લોન આપી રહ્યું છે. એક તરફ ચીનને મોટી લોન આપવાથી ફાયદો થઈ રહ્યો છે, તો બીજી તરફ તેના કેટલાક ગેરફાયદા પણ છે. ગરીબ દેશો વધુ પડતા દેવાથી પીડાઈ રહ્યા છે, જેના કારણે તેમના માટે લોન ચૂકવવી મુશ્કેલ બની રહી છે. આ કારણે, ચીન પર લોન ચૂકવવા માટે સ્થાનિક દબાણ પણ વધી રહ્યું છે.

ચીન BRI પ્રોજેક્ટ્સ પર ખૂબ ઓછો ડેટા પ્રકાશિત કરે છે, અને લોવી ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે ચીને જે લોન આપી છે તે કદાચ ઓછું આંકવામાં આવે છે. વર્ષ 2021માં AidDataએ અંદાજ લગાવ્યો હતો કે ચીને 385 અબજ ડોલરથી વધુની લોન વસૂલવાની છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top