4 વર્ષની માસૂમ બાળકી સાથે રેપના આરોપી અને પોલીસ વચ્ચે ગોળીબાર
લખનૌના મદેયગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને એક ક્રૂર ગુનેગાર વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પર થોડા દિવસ અગાઉ 4 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરવાનો આરોપ હતો. આ દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે આરોપી આ વિસ્તારમાં ક્યાંક છુપાયેલો છે. બાતમીના આધારે, પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એવામાં પોતાને ઘેરાયેલો જોઈને, આરોપીએ પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જવાબમાં પોલીસે પણ ગોળીઓ ચલાવી, જેમાં આરોપી ઇજાગ્રસ્ત થઈ ગયો.
ઇજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક પોલીસ કસ્ટડીમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપી સામે અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયેલા છે. તેને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે એન્કાઉન્ટર બાદ 24 કલાકની અંદર માસૂમ બાળકી પર બળાત્કાર કરનાર ગુનેગારની ધરપકડ કરી લીધી છે. ગુનેગાર કમલ કિશોર ઉર્ફે ભદર દ્વારા 27 મેની રાત્રે લગભગ 2 વાગ્યે બળાત્કારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
બળાત્કાર બાદ બાળકીની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ માદેયગંજ પોલીસે તત્પરતા દાખવીને માસૂમ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. માડેગંજ પોલીસે 27 મેની રાત્રે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. મંગળવારે રાત્રે લગભગ 3 વાગ્યે બંધા રોડ પર રઘુવંશી ઢલમાં કમલ કિશોર ઉર્ફે ભદરની હાજરીની બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસે છટકું ગોઠવ્યું હતું. જોકે, પોલીસને આવતી જોઈને ગુનેગારે પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.
ત્યારબાદ બાદ પોલીસ ટીમે પણ વળતો જવાબ આપ્યો અને કમલ કિશોર ઉર્ફે ભદરને પગમાં ગોળી વાગી હતી. ગુનેગાર પાસેથી એક પિસ્તોલ અને એક જીવતી કારતૂસ મળી આવ્યો છે. બળાત્કારનો આરોપી મૂળ સિધૌલી જિલ્લા સીતાપુરનો રહેવાસી છે. હાલમાં ગુનેગાર લખનૌના માદેયગંજ બંધા રોડની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp