‘પ્લીઝ ભારતથી આવેલા મુજાહિરોને બચાવો...’, પાકિસ્તાની નેતાએ PM મોદીને કરી વિનંતી

‘પ્લીઝ ભારતથી આવેલા મુજાહિરોને બચાવો...’, પાકિસ્તાની નેતાએ PM મોદીને કરી વિનંતી

05/28/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘પ્લીઝ ભારતથી આવેલા મુજાહિરોને બચાવો...’, પાકિસ્તાની નેતાએ PM મોદીને કરી વિનંતી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશનિકાલ કરાયેલા પાકિસ્તાની નેતા અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM)ના સ્થાપક અલ્તાફ હુસૈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ માટે અપીલ કરી છે. અલ્તાફ હુસૈને વડાપ્રધાન મોદીને વિનંતી કરી છે કે ભાગલા બાદ ભારતથી આવીને પાકિસ્તાનમાં વસેલા, ઉર્દૂભાષી શરણાર્થીઓ એટલે કે મુજાહિરો પરના અત્યાચારનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવે. તેમણે લંડનમાં એક કાર્યક્રમ દરમિયાન આ અપીલ કરી હતી. પોતાના નિવેદનમાં, તેમણે બલૂચ લોકોને સમર્થન આપવા બદલ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી અને તેને એક સાહસી અને નૈતિક રીતે પ્રશંસનીય પગલું ગણાવ્યું.


દાયકાઓથી મુહાજિરો પર અત્યાચાર અને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે

દાયકાઓથી મુહાજિરો પર અત્યાચાર અને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે

તેમણે વડાપ્રધાન મોદીને વિનંતી કરી કે તેઓ મુહાજિર સમુદાય માટે આ પ્રકારના સમર્થનનો અવાજ ઉઠાવવાનો અનુરોધ કર્યો. અલ્તાફનું કહેવું છે કે દાયકાઓથી મુહાજિરો પર અત્યાચાર અને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, જે સંપૂર્ણપણે સ્ટેટ પ્રાયોજિત છે. તેમણે કહ્યું કે ભારતના ભાગલા બાદથી, પાકિસ્તાની સૈન્ય પ્રતિષ્ઠાનોએ ક્યારેય મુહાજિરોને દેશના કાયદેસર નાગરિક તરીકે સંપૂર્ણપણે સ્વીકાર્યા નથી. MQM સતત આ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના અધિકારોની હિમાયત કરી રહ્યું છે, પરંતુ અત્યાર સુધીમાં સૈન્ય કાર્યવાહીમાં 25,000થી વધુ મુહાજિરો માર્યા ગયા છે અને હજારો લોકોને ગાયબ કરી દેવામાં આવ્યા છે.


વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુહાજિરોનો અવાજ ઉઠાવવો જોઈએ

વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુહાજિરોનો અવાજ ઉઠાવવો જોઈએ

અલ્તાફ હુસૈનનું કહેવું છે કે અમેરિકના હ્યુસ્ટનમાં પાકિસ્તાની કોન્સ્યૂલ જનરલ આફતાબ ચૌધરીએ કાર્યક્રમ દરમિયાન એક વીડિયો રજૂ કર્યો હતો, જેમાં અલ્તાફ અને MQMને ભારતના એજન્ટ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે આવા આરોપો લગાવીને મુહાજિરોનો અવાજ દબાવવામાં આવે છે. પાકિસ્તાનમાં મુહાજિરોને લાચાર છોડી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુહાજિરોનો અવાજ ઉઠાવવો જોઈએ અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ આ સમુદાયના લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top