Video: દુનિયામાં પહેલી વખત રોબોટ્સ વચ્ચે થઈ બોક્સિંગ મેચ, એક-બીજા પર વરસાવ્યા લાત-ઘૂસા

Video: દુનિયામાં પહેલી વખત રોબોટ્સ વચ્ચે થઈ બોક્સિંગ મેચ, એક-બીજા પર વરસાવ્યા લાત-ઘૂસા

05/28/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: દુનિયામાં પહેલી વખત રોબોટ્સ વચ્ચે થઈ બોક્સિંગ મેચ, એક-બીજા પર વરસાવ્યા લાત-ઘૂસા

દુનિયામાં પહેલી વાર 2 રોબોટ્સ વચ્ચે બોક્સિંગ મેચ યોજાઈ છે. જેમાં રોબોટ્સે એકબીજા પર લાત અને મુક્કા વરસાવ્યા હતા. સવા 4 ફૂટના આ રોબોટ્સની મેચ ટીવી પર પણ પ્રસારિત કરવામાં આવી હતી. આ સ્પર્ધાનું નામ વર્લ્ડ રોબોટ કોમ્પિટિશન છે અને આ મેચ તાજેતરમાં જ યોજાઈ હતી. આ રોબોટ્સ ચીની કંપની યુનિટ્રી રોબોટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જે ઘણા અદ્યતન હ્યુમનોઇડ રોબોટ્સ બનાવવા પર કામ કરી રહી છે.


આટલા મોટા છે રોબોટ્સ

આટલા મોટા છે રોબોટ્સ

ચીનના હાંગજો શહેરમાં યોજાયેલી આ સ્પર્ધામાં 4 રોબોટ્સે ભાગ લીધો હતો. બધા રોબોટ્સ એક જ કદના હતા અને તેમની ઊંચાઈ 132 સેન્ટિમીટર અને તેમનું વજન 32 કિલોગ્રામ હતું. બોક્સિંગ રિંગમાં ફાઇટ કરનારા રોબોટ્સને રિમોટથી નિયંત્રિત કરવામાં આવતા હતા. તેના માટે, માનવ ટ્રેનરે જોયસ્ટિકની મદદથી તેમને નિયંત્રિત કર્યા. આ મેચ ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવી હતી.


અગાઉ પણ આવી ચૂક્યા છે વીડિયો

અગાઉ પણ આવી ચૂક્યા છે વીડિયો

યુનિટ્રી કંપની અગાઉ પણ પોતાના રોબોટ્સના વીડિયો જાહેર કરી ચૂકી છે, જેમાં તેમનો રોબોટ ખૂબ જ ઝડપે દોડી શકે છે. એક વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે તે વિશ્વનો પ્રથમ સૌથી ઝડપી દોડતો રોબોટ છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે રોબોટ્સ બધી સપાટી પર સરળતાથી દોડી શકે છે.

તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ફેક્ટરીમાં બની રહેલા રોબોટ્સે અચાનક એક કર્મચારી પર હુમલો કર્યો હતો. વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે હેંગરમાં લટકતો રોબોટ અચાનક લાત અને મુક્કા મારવા લાગ્યો હતો. આ દરમિયાન, કર્મચારી તે રોબોટ્સની સામે ઉભો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top