‘હજી તો અમે વધારે કંઈ કર્યું પણ નથી અને ત્યાં..’, સિંધુ જળ સમજૂતી પર શું બોલ્યા PM મોદી?
ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મંગળવારે સવારે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. વડાપ્રધાને અહીં રોડ શૉ કર્યો અને ત્યારબાદ જનતાને સંબોધિત કરી. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાંથી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો અને કહ્યું કે અમે આ કાંટા દૂરને જ રહીશું. ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ. વડાપ્રધાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)નો પણ ઉલ્લેખ કર્યો.
જનતાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘હું 2 દિવસથી ગુજરાતમાં છું. ગઈકાલે વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ અને આજે ગાંધીનગર, હું જ્યાં-જ્યાં ગયો, એવું લાગી રહ્યું છે કે દેશભક્તિની લહેર, માતૃભૂમિ પ્રત્યે અપાર પ્રેમ, અને આ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના દરેક ખૂણામાં છે. તે દરેક ભારતીયના દિલમાં છે. શરીર ગમે તેટલું સ્વસ્થ કેમ ન હોય, જો એક કાંટો ખૂંચે છે, તો આખું શરીર દુઃખે છે. અમે નક્કી કર્યું છે કે અમે આ કાંટાને કાઢીને રહીશું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘સરદાર પટેલની ઇચ્છા હતી કે જ્યાં સુધી PoK પાછું આવી જતું નથી, ત્યાં સુધી સેના રોકાવી ન જોઇએ, પરંતુ સરદાર સાહેબની વાત ન માનવમાં આવી. આ મુજાહિદ્દીન જે લોહીનો સ્વાદ ચાખી ગયું હતું, આ સિલસિલો 75 વર્ષથી ચાલી રહ્યો છે. તેનું વિકૃત સ્વરૂપ પહેલગામમાં પણ જોવા મળ્યું. આપણે 75 વર્ષથી સહન કર્યું છે અને જ્યારે પણ પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે ત્રણેય વખત ભારતની લશ્કરી શક્તિએ પાકિસ્તાનને ધૂળ ચટાવી દીધી છે. પાકિસ્તાન એ સમજી ગયું કે તે ભારત સામે યુદ્ધ જીતી નહીં શકે.
સિંધુ જળ સંધિ પર વાત કરતા વડાપ્રધાને કહ્યું કે અમે હજુ સુધી વધારે કઈ કર્યું નથી અને ત્યાં પરસેવો છૂટી રહ્યો છે. અત્યારે પોતાના ડેમની સફાઇ કરી રહ્યા છીએ અને તેના કારણે ત્યાં પૂર આવી રહ્યું છે. મિત્રો, આપણી કોઈ સાથે દુશ્મનાવટ નથી, આપણે બધાનું ભલું ઈચ્છીએ છીએ.
મંગળવારે ગાંધીનગરમાં પ્રધાનમંત્રીએ રોડ શૉ કર્યો હતો અને આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા હતા. ગુજરાતની 2 દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાનનો આ ચોથો રોડ શૉ છે. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતની સૈન્ય કાર્યવાહી, ઓપરેશન સિંદૂર બાદ મોદીની પોતાના ગૃહ રાજ્યની આ પહેલી મુલાકાત છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp