પાકિસ્તાન-ચીનની ખેર નહીં! હવે ભારતમાં જ બનશે પાંચમી પેઢીના ફાઇટર જેટ્સ; રાજનાથે મેગા પ્રોજેક્ટન

પાકિસ્તાન-ચીનની ખેર નહીં! હવે ભારતમાં જ બનશે પાંચમી પેઢીના ફાઇટર જેટ્સ; રાજનાથે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી

05/27/2025 National

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાન-ચીનની ખેર નહીં! હવે ભારતમાં જ બનશે પાંચમી પેઢીના ફાઇટર જેટ્સ; રાજનાથે મેગા પ્રોજેક્ટન

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ બાદ, કેન્દ્ર સરકારે દેશના સંરક્ષણ કાફલાને વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. આ માટે, સરકાર સંરક્ષણ બજેટમાં વધારાના પૈસા આપશે તેવી વાત પણ સામે આવી છે. આ દરમિયાન, ભારત તેની હથિયાર પ્રણાલીને પણ મજબૂત કરી રહી છે, જેના માટે રાજનાથ સિંહે આજે એક મોટો નિર્ણય લીધો.

તેને ધ્યાનમાં રાખીને રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે એક મોટું પગલું ભર્યું. સંરક્ષણ મંત્રીએ ભારતીય વાયુસેના માટે પાંચમી પેઢીના સ્વદેશી ડીપ પેનિટ્રેશન એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ ફાઇટર એરક્રાફ્ટ વિકસાવવા માટેના મેગા પ્રોજેક્ટને મંજૂરી આપી. તેના અમલીકરણ માટે ‘એક્ઝિક્યૂશન મોડેલને મંજૂરી આપી દેવામાં આવી છે.


મીડિયમ વેટ ડીપ પેનિટ્રેશન ફાઇટર જેટ વિકસાવવામાં આવશે

મીડિયમ વેટ ડીપ પેનિટ્રેશન ફાઇટર જેટ વિકસાવવામાં આવશે

ભારત પોતાની હવાઈ શક્તિ ક્ષમતાઓને વધારવા માટે એડવાન્સ્ડ સ્ટીલ્થ ફીચર્સ સાથે મીડિયમ વેટ ડીપ પેનિટ્રેશન ફાઇટર જેટ વિકસાવવાના મહત્ત્વકાંક્ષી AMCA પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. ભારતની સ્વદેશી રક્ષા ક્ષમતાઓને વધારવા અને મજબૂત સ્થાનિક એરોસ્પેસ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ઉઠાવતા, રક્ષા મંત્રી રાજનાથ સિંહે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ એક્ઝિક્યૂશન મોડેલને મંજૂરી આપી છે.


સ્ટીલ્થ ફાઇટર જેટ શું છે?

સ્ટીલ્થ ફાઇટર જેટ શું છે?

AMCA ભારતનું સ્વદેશી પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે. આ સ્વદેશી તો છે, પરંતુ ઘણી અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે. તેમાં રડારથી બચવાની ક્ષમતા, શાનદાર હથિયાર પ્રણાલીઓ અને સેન્સર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top