શાહરુખની ‘પઠાણ’ હીટ કે ફ્લોપ? બન્ને તરફથી મોટા દાવાઓ, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ!

શાહરુખની ‘પઠાણ’ હીટ કે ફ્લોપ? બન્ને તરફથી મોટા દાવાઓ, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ!

01/25/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

શાહરુખની ‘પઠાણ’ હીટ કે ફ્લોપ? બન્ને તરફથી મોટા દાવાઓ, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ!

Pathaan Protest : શાહરુખની ફિલ્મ ‘પઠાણ’ રજૂ થાય એ પહેલા જ વિવાદોમાં સપડાઈ ચૂકી છે. ‘બેશર્મ રંગ’ વાળા ગીતમાં બિકીનીના ભગવા રંગ બાબતની બબાલ થવાથી જમણેરીઓનો એક મોટો વર્ગ શાહરુખની ફિલ્મનો વિરોધ કરી રહ્યો છે. બીજી તરફ જેની ગણના લિબરલ્સ અને ડાબેરીઓમાં થાય છે, એવા લોકો શાહરુખની ફિલ્મને ‘હીટ’ સાબિત કરવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. સોશિયલ મિડીયા ઉપર બન્ને પક્ષો તરફથી સામસામા દાવાઓ થઇ રહ્યા છે. પણ આ વખતે શાહરુખ ખાન પોતાની આ ફિલ્મ બાબતે સખત ટેન્શનમાં તો છે જ, એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.


મીડિયામાં થઇ રહ્યું છે જોરદાર PR વર્ક :

મીડિયામાં થઇ રહ્યું છે જોરદાર PR વર્ક :

દરેક ફિલ્મને હીટ કરાવવા માટે વિવિધ PR એજન્સીઝ (પબ્લિક રિલેશન એજન્સીઝ) કામ કરતી હોય છે. આજના જમાનામાં કોઈ ફિલ્મ યોગ્ય PR વર્ક વિના પ્રસિદ્ધિ પામી શકતી નથી. આ માટે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક્સ સહિતના વિવિધ મિડીયામાં ફિલ્મ વિષે બઢાવી ચઢાવીને સમાચારો પ્રસારિત કરવામાં આવે છે. એમાં ક્યારેક નિર્માતાઓ દ્વારા હાંફળા-ફાંફળા થઈને વધુ પડતું PR વર્ક કરી નાખવામાં આવે છે. ‘પઠાણ’ના કેસમાં આવું જ બની રહ્યું હોવાનું જણાય છે. હજી તો આજે જ ફિલ્મ રિલીઝ થઇ છે અને આ લખાય છે ત્યાં સુધી અડધો દિવસ પણ પત્યો નથી. પરંતુ કેટલાક મીડિયામાં અત્યારથી જ ‘પઠાણ’ સુપરહિટ હોવા વિશેના મથાળા પબ્લિશ કરવામાં આવી રહ્યા છે! જો કે સોશિયલ મીડિયાને કારણે જાગૃત થઇ ગયેલા લોકો હવે આ પ્રકારના ભ્રામિક પ્રચારથી બહુ ભોળવાતા નથી. ઉલટાનું ક્યારેક આ પ્રકારનો વધુ પડતો પ્રચાર ફિલ્મને ફાયદાને બદલે નુકસાન કરાવી બેસે છે.


વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર સોશિયલ મીડિયામાં

વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર સોશિયલ મીડિયામાં

ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન સહિતની ટીમ ભલે ગમે એટલો પ્રચાર કરે, પણ સોશિયલ મીડિયામાં લોકો થિયેટર્સમાં ખાલી પડી રહેલા બુકિંગ સ્લોટ્સના સ્ક્રીન શોટ્સ વાઈરલ કરી રહ્યા છે. ‘બુક માય શો’ જેવી એપ દ્વારા તમે ફિલ્મ પ્રદર્શિત કરનાર થિયેટર્સમાં કેટલી સીટ્સ બુક થઇ છે, અને કેટલી હજી ખાલી છે, એ જાણી શકો છો. વળી એપ પર દેખાતી ઈમેજ ઉપર ક્લિક કરીને તમે મનગમતી સીટ બુક પણ કરી શકો છો.

લોકો આવી એપ્સના સ્ક્રીનશોટ્સ લઈને વાઈરલ કરી રહ્યા છે, જેમાં સાફ દેખાય છે કે થિયેટર્સની મોટા ભાગની સીટ્સ બુક થયા વિના ખાલી પડી રહી છે! કેટલીક જગ્યાએ શાહરુખના કટ્ટર સમર્થકો દ્વારા હોલસેલમાં ટિકિટ્સ ખરીદી લઈને ફ્રીમાં વહેંચવાના ગતકડા પણ કરાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. પરંતુ આવા ગતકડા ફિલ્મને ક્યા સુધી તારશે, એ મોટો પ્રશ્ન છે!


શાહરુખે રાત્રે 2 વાગ્યે ફોન કહ્યું કે...

શાહરુખે રાત્રે 2 વાગ્યે ફોન કહ્યું કે...

તાજેતરમાં આસામના ફાયરબ્રાન્ડ મુખ્યમંત્રી હેમન્તા બિસ્વ સરમાએ એવા અર્થનું નિવેદન આપ્યું હતું કે તેઓ શાહરુખ ખાનના નામથી અજાણ છે. સરમાના કહેવા મુજબ તેમને અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર વગેરે જેવા સુપર સ્ટાર્સની ફિલ્મ જોઈ છે, પરંતુ 2001 પછી એમને ફિલ્મ જોવાનો સમય મળતો નથી.

સરમાના આ વિધાન બાદ સ્વાભાવિકપણે શાહરુખ અંદરથી સમસમી ગયો હશે. તેમ છતાં એણે સરમાને મોબાઈલ પર મેસેજ કરીને કહ્યું કે “હું શાહરુખ ખાન છું, અને આપની સાથે વાત કરવા માંગુ છું.” જવાબમાં સરમાએ પોતે બીઝી હોવાનો અને સમય મળ્યે કોલ કરવાનો મેસેજ કર્યો હતો. એ પછી ઠેઠ રાત્રે 2 વાગ્યે સરમાએ શાહરુખને કોલ કરીને વાત કરી હતી. શાહરુખે આસામમાં પઠાણ ફિલ્મની રિલીઝ સામે કોઈ વિરોધ ન થાય એ માટે મુખ્યમંત્રી સરમાને વિનંતી કરી હતી.

 

ફિલ્મનો વિરોધ યથાવત

બીજી તરફ દેશભરના વિવિધ સિનેમા ઘરોમાં પઠાણ પ્રદર્શિત થાય એ પહેલા જ વિવિધ સંગઠનો દ્વારા વિરોધ અને ક્યાંક તોડફોડના સમાચારો સામે આવી રહ્યા છે. કેટલીક વેબ સાઈટ્સ ઉપર તો ફિલ્મ લીક કરી દેવાઈ હોય, એવા પણ સમાચાર છે. વળી ભૂતકાળમાં જેએનયુ ખાતે થયેલા દેશ વિરોધી પ્રદર્શનોમાં પહોંચી ગયેલી દીપિકા પદુકોણ સામેનો લોકોનો રોષ આજે ય યથાવત છે. શાહરુખ ખાનના કેટલાક નિવેદનો પણ ભૂતકાળમાં વિવાદ જગાવી ચૂક્યા છે. આવા સંજોગોમાં નોંધપાત્ર વર્ગ સ્વચ્છાએ જ ફિલ્મથી દુરી બનાવી રાખશે, એવું મનાઈ રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top