ઈસ્લામિક ધર્મગુરુ મૌલાના મુફ્તીની મુંબઈથી ધરપકડ, જુનાગઢમાં આયોજિત કાર્યક્રમમાં આપી હતી હેટ સ્પી

ઈસ્લામિક ધર્મગુરુ મૌલાના મુફ્તીની મુંબઈથી ધરપકડ, જુનાગઢમાં આયોજિત કાર્યક્રમમાં આપી હતી હેટ સ્પીચ, જાણો સમગ્ર વાત

02/05/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઈસ્લામિક ધર્મગુરુ મૌલાના મુફ્તીની મુંબઈથી ધરપકડ, જુનાગઢમાં આયોજિત કાર્યક્રમમાં આપી હતી હેટ સ્પી

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવું ઇસ્લામિક ધર્મગુરૂ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ભારે પડ્યું છે. જૂનાગઢમાં વ્યસનમુક્તિ કાર્યક્રમમાં મૌલાનાએ વિવાદિત નિવેદન આપ્યા બાદ રવિવારે રાત્રે મુંબઇથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત એ.ટી.એસ મુંબઇથી મૌલાનાને અમદાવાદ લાવાંમાં આવ્યો હતો. ગુજરાતમાં મોડાસા, કચ્છ બાદ જૂનાગઢમાં મૌલાના આવ્યો હતો. 14મી ફેબ્રુઆરીએ મૌલાના મોરબીના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. મૌલાનાએ જૂનાગઢમાં વ્યસન મુક્તિ કાર્યક્રમમાં તેમણે ભડકાઉ ભાષણ કર્યું હતું.


જૂનાગઢમાં આયોજિત કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું

31 જાન્યુઆરીના રોજ જૂનાગઢમાં આયોજિત કાર્યક્રમમાં મૌલાના મુફ્તીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. મૌલાનાના શાંતિ ડહોળવાના પ્રયાસને લઇ પોલીસ અને ATSએ 3 લોકો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. કાર્યક્રમના આયોજક યુસુફ મલેક અને અજીમ હબીબ અને મૌલાના મુફ્તી સામે કલમ 153A, 505, 188, 114 હેઠળ FIR નોંધવામાં આવી. જે બાદ કાર્યક્રમના આયોજક યુસુફ મલેક અને અજીમ હબીબને ઝડપ્યા હતા.


મુંબઇના ઘાટકોપરથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ

જુનાગઢ એસપી અને સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસની ટીમે લોકેશન ટ્રેક કરી શનિવારે જ એક ટીમ મુંબઈ મોકલી હતી અને રવિવારે બપોર બાદ ગુજરાત ATSએ મુંબઇના ઘાટકોપરથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી છે. મૌલાનાને ગુજરાત લાવવાની કાયદાકીય કાર્યવાહી માટે ઘાટકોપર પોલીસ મથકે લઇ જવાયો હતો. જ્યાં કલાકો સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી

ત્યાંના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વાયુ વેગે આ ખબર ફેલાઈ જતા મૌલાનાના સેંકડો સમર્થકો ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઇ ગયા હતા અને તેમની તાત્કાલિક મુક્તિની માંગણી કરી રહ્યા હતા. આ વિસ્તારમાં એકઠી થયેલી ભીડને જોતા પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક કરી હતી. મૌલાના સલમાન અઝહરીએ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા તેના સમર્થકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા વિનંતી કરી હતી.


મૌલાના હાલ મુંબઈમાં પરિવાર સાથે રહેતો હતો

મૌલાનાની કેટલીક ગતિવિધિ શંકાસ્પદ હોવાથી મોબાઈલની પણ તપાસ હાથ ધરાઈ છે. જેના પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈને તપાસ શરૂ કરાઈ છે. અત્રે જણાવીએ કે, મૌલાના મૂળ કર્ણાટકનો હોવાનું સામે આવ્યું છે. મૌલાના હાલ મુંબઈમાં પરિવાર સાથે રહેતો હતો. મૌલાનાના ટ્રસ્ટ અને પરિવારના બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરાઈ છે કે, મૌલાનાના ટ્રસ્ટના રૂપિયાનો ઉપયોગ શું થતો હતો જેને લઈને તપાસ શરૂ કરાઈ છે. મૌલાના કોના કોના સંપર્કમાં છે જેને લઈને ગુજરાત ATSની તપાસ તેજ કરી છે. 


ધાર્મિક કાર્યક્રમની સ્પીચમાં આપ્યુ ભડકાઉ ભાષણ

ધાર્મિક કાર્યક્રમની સ્પીચમાં આપ્યુ ભડકાઉ ભાષણ

મુસ્લિમ મૌલવીને એમ કહેતા સાંભળી શકાય છે કે, “કરબલાની છેલ્લી લડાઈ હજુ બાકી છે.” થોડીવાર માટેનુ આ મૌન છે ત્યારબાદ ફરી અવાજ ઉઠશે. આજે ભલે શ્વાનોનો સમય હોય આવતીકાલે આપણો યુગ હશે. પાછળથી તેઓએ “લબ્બૈક યા રસુલુલ્લાહ” અમે ઇસ્લામના પૈગંબરના આજ્ઞાકારી થવાનો આગ્રહ રાખીએ છીએ. ત્યાર બાદ ભીડે પણ તેનુ પુનરાવર્તન કર્યુ હતુ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top