એક દિવસ અગાઉ નેતન્યાહૂએ પેજર બ્લાસ્ટની જવાબદારી લીધી હતી, હવે હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર કર્યો મોટો

એક દિવસ અગાઉ નેતન્યાહૂએ પેજર બ્લાસ્ટની જવાબદારી લીધી હતી, હવે હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર કર્યો મોટો હુમલો, જુઓ વીડિયો

11/12/2024 World

SidhiKhabar

SidhiKhabar

એક દિવસ અગાઉ નેતન્યાહૂએ પેજર બ્લાસ્ટની જવાબદારી લીધી હતી, હવે હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર કર્યો મોટો
2023 Israel–Hamas war: લેબનોને ઈઝરાયેલ પર હવાઈ હુમલો કર્યો છે. હિઝબુલ્લાહ લડવૈયાઓએ સોમવારે ઇઝરાયેલ પર 165 રોકેટ છોડ્યા હતા. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે પણ રોકેટ હુમલાનો વીડિયો શેર કર્યો છે.લેબનોને ફરી એકવાર ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો છે. હિઝબુલ્લાહ લડવૈયાઓએ સોમવારે ઇઝરાયેલ પર 165 રોકેટ છોડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમ આ હવાઈ હુમલાઓને રોકવામાં મોટાભાગે નિષ્ફળ રહી છે. ઈઝરાયેલના ઘણા શહેરોમાં રોકેટ પડ્યા છે. રોકેટ હુમલાને કારણે સળગી ગયેલી કારનો વીડિયો પણ સામે આવ્યો છે.

નેતન્યાહુએ આ જવાબદારી લીધી હતી

નેતન્યાહુએ આ જવાબદારી લીધી હતી

ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સપ્ટેમ્બર મહિનામાં થયેલા હિઝબુલ્લાના સભ્યોના પેજર બ્લાસ્ટની જવાબદારી લીધી હતી. તો, હવે લેબનોનના હિઝબુલ્લાહ લડવૈયાઓએ બદલો લેવા માટે ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે.

લેબનીઝ એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રૉકેટ હુમલાનો વીડિયો શેર કર્યો છે. IDFએ કહ્યું કે, 'ઉત્તરી ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો છે. અમે અમારા નાગરિકોને હિઝબુલ્લાહના હુમલાઓથી બચાવવાનું ચાલુ રાખીશું


એક વર્ષની બાળકી સહિત 7 લોકો ઇજાગ્રસ્ત

એક વર્ષની બાળકી સહિત 7 લોકો ઇજાગ્રસ્ત

વધુ માહિતી આપતા ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે જણાવ્યું કે, 165થી વધુ રૉકેટ છોડવામાં આવ્યા છે. હિઝબુલ્લાના રૉકેટ હુમલામાં એક વર્ષની બાળકી સહિત 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બીના શહેરમાં રૉકેટ હુમલા બાદ એક બાળક, એક 27 વર્ષીય મહિલા અને એક 35 વર્ષીય પુરૂષ ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને નાહરિયાના ગેલિલી મેડિકલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતા.

વધુમાં IDF એ કહ્યું કે, લગભગ 50 રૉકેટ ગેલિલી પર છોડવામાં આવ્યા હતા, જ્યારે ઘણા રૉકેટ કાર્મિએલ વિસ્તાર અને આસપાસના શહેરો પર પણ પડ્યા હતા. હુમલાની જવાબદારી સ્વીકારતા, હિઝબુલ્લાહે કહ્યું હતું કે તેણે કાર્મેલ વસ્તીમાં પેરાટ્રૂપર્સ બ્રિગેડના ટ્રેનિંગ બેઝને નિશાનો બનાવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top