India Vs Australia 5th Test: જસપ્રીત બૂમરાહ ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો, શું બોલિંગ કરવા માટે ફિટ છે બોલર?
Jasprit Bumrah Health Updates: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ રહી છે. રોહિત શર્મા બહાર થયા બાદ જસપ્રીત બૂમરાહ આ મેચની કેપ્ટન્શીપ કરી રહ્યો છે. જસપ્રીત બૂમરાહને મેચના બીજા દિવસે મેદાન છોડવું પડ્યું હતું. વાસ્તવમાં, પીઠમાં ખેંચાણના કારણે, બૂમરાહને સ્કેન માટે હૉસ્પિટલમાં જવું પડ્યું હતું. જોકે, મેચ દરમિયાન જ બૂમરાહ સ્કેન કરાવ્યા બાદ ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો હતો. હવે તેના સંબંધમાં લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે.
બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ હવે ફાસ્ટ બૉલરને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસના સ્પોર્ટ્સ એડિટર સાહિલ મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, "બૂમરાહ બેટિંગ કરવા માટે સારો હોવો જોઈએ, પરંતુ તેની બોલિંગ અંગે આવતીકાલે નિર્ણય લેવામાં આવશે અને તે કેવું અનુભવે છે તે જોવામાં આવશે."
જસપ્રીત બૂમરાહે સિડની ટેસ્ટના બીજા દિવસે માત્ર 10 ઓવર જ ફેંકી હતી. આ દરમિયાન તેને સફળતા પણ મળી. હવે બીજી ઈનિંગમાં જસપ્રીત બૂમરાહની બૉલિંગ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહી છે, એવામાં સમગ્ર ટીમ અને ભારતીય ચાહકો ઈચ્છશે કે બૂમરાહ બોલિંગ કરવા માટે સંપૂર્ણ રીતે ફિટ હોવો જોઈએ.
બીજા દિવસે ઓસ્ટ્રેલિયાને 181 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારતીય ટીમ બીજી ઈનિંગમાં બેટિંગ કરતા 145 રનની લીડ મેળવી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 141 રન બનાવી લીધા હતા. બીજા દિવસે ભારતીય ટીમ માટે રિષભ પંતે 61 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. પંતે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 4 શાનદાર સિક્સર ફટકારી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp