ISROએ ESAનું Proba-3 લોન્ચ કર્યું, સૂર્યના રહસ્યો આ રીતે ઉકેલશે

ISROએ ESAનું Proba-3 લોન્ચ કર્યું, સૂર્યના રહસ્યો આ રીતે ઉકેલશે

12/05/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

ISROએ ESAનું Proba-3 લોન્ચ કર્યું, સૂર્યના રહસ્યો આ રીતે ઉકેલશે

SRO Launches ESA's PROBA 3: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO (ISRO)એ પ્રોબા-3 મિશન લોન્ચ કર્યું છે. આ પ્રક્ષેપણ ગુરુવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બરાબર 4:04 કલાકે થયું હતું. પ્રોબા-3 યુરોપીયન સ્પેસ એજન્સી ESAનું સોલાર મિશન છે, જે સૂર્યના રહસ્યોની શોધ કરશે. અગાઉ, 2001માં ISRO દ્વારા આ શ્રેણીનું પ્રથમ સૌર મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું.

પ્રોબા-3 મિશન PSLV-C59 રોકેટથી સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું છે. આ રૉકેટ પોતાની સાથે 2 ઉપગ્રહો લઈ ગયું હતું, જે એક-બીજા સાથે સંકલન કરશે અને સૂર્યના કોરોનાનો પણ અભ્યાસ કરશે. અગાઉ આ મિશન બુધવારે લોન્ચ થવાનું હતું, પરંતુ અવકાશયાનમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા તેને 24 કલાક માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને સાંજે 4.12 કલાકે લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી. જોકે, બાદમાં ISROએ સમય બદલીને 8 મિનિટ વહેલો કર્યો હતો.


આખું મિશન શું છે

આખું મિશન શું છે

પ્રોબા-3 મિશન હેઠળ, યુરોપિયન સ્પેસ એજન્સી તેના 2 ઉપગ્રહો અવકાશમાં મોકલી રહી છે, ઇટાલી, સ્પેન, બેલ્જિયમ, સ્વિત્ઝર્લેન્ડ અને પોલેન્ડ જેવા દેશોએ તેમને તૈયાર કરવામાં સહયોગ આપ્યો હતો. આ બંને ઉપગ્રહો એક સાથે જશે અને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચ્યા બાદ તેઓ અલગ થઈને એક-બીજા સાથે સંપર્ક જાળવી રાખશે અને સૂર્યના રહસ્યોને ઉકેલવાનું કામ કરશે. તેમનું પ્રથમ કાર્ય સૂર્યના બાહ્ય કોરોના વિશે માહિતી એકત્રિત કરવાનું છે. તેના માટે તેને અનેક પ્રકારના સાધનોથી સજ્જ કરવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top