સર્વાઈકલ કેન્સરની વેક્સિન : આ વેક્સિન પણ ખરા અર્થમાં ‘જીવનજરૂરી’ છે!

સર્વાઈકલ કેન્સરની વેક્સિન : આ વેક્સિન પણ ખરા અર્થમાં ‘જીવનજરૂરી’ છે!

01/23/2021 LifeStyle

ડૉ. નૂપુર છાસટીઆ
Gynaec made simple!
ડૉ. નૂપુર છાસટીઆ
MD, DNB (Obs & Gynaec)

સર્વાઈકલ કેન્સરની વેક્સિન : આ વેક્સિન પણ ખરા અર્થમાં ‘જીવનજરૂરી’ છે!

હાલમાં ચારે તરફ વેક્સિનની વાત છે. છેલ્લા નવ મહિનાથી જેણે આપણા સામાન્ય જીવનને અસામાન્ય બનાવી દીધું છે એવી મહામારી સામેની રસી (Vaccine) આપણી પાસે પહોંચી ગઈ છે એ આનંદની વાત છે. પણ આજે અહીંયા એક એવી રસીની વાત કરવી છે જે વર્ષોથી આપણી પાસે છે જ, પણ હજી સુધી એ રસી મુકાવવા જેટલી જાગૃતિ આપણે નથી કેળવી શક્યા!

વાત થઇ રહી છે સર્વાઈકલ કેન્સર માટેની રસી અંગે. આ જાન્યુઆરી મહિનો ‘સર્વાઈકલ કેન્સર અવેરનેસ મંથ’ તરીકે ઉજવાઈ રહ્યો છે. ત્યારે આપણે પણ એ વિષે થોડી અવેરનેસ કેળવવી જોઈએ.

સર્વાઈકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર. આ કેન્સર સ્ત્રીઓમાં થતાં કેન્સરમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. આ કેન્સર મહદઅંશે રોકી શકાય એમ હોય છે. જો તરુણાવસ્થાથી આ બાબતની કાળજી રાખવામા આવે તો આ કેન્સરથી સ્ત્રીઓને બચાવી શકાય છે.


મોટાભાગના સર્વાઈકલ કેન્સર HPV વાયરસને કારણે થાય છે. HPV એટલે Human Papilloma Virus. આ ચેપની યોગ્ય સારવાર નહીં કરવામાં આવે તો લાંબા ગાળે કેન્સરમાં પરિણમે છે. પરંતુ યોગ્ય સારવારથી એને અટકાવી શકાય છે.

સર્વાઈકલ કેન્સર મોટાભાગે 35 થી 50 વર્ષની સ્ત્રીઓને થતું હોય છે. યોગ્ય સમયે અપાયેલી વેક્સિન આ કેન્સરને અટકાવવા મદદરુપ થાય છે.

આ વેક્સિન વિષે થોડી માહિતી જોઈએ.


વેક્સિન ક્યારે આપવી જોઈએ? કેટલા પ્રકારની વેક્સિન ઉપલબ્ધ છે?

વેક્સિન ક્યારે આપવી જોઈએ? કેટલા પ્રકારની વેક્સિન ઉપલબ્ધ છે?

આ વેક્સિન છોકરીઓને 11 થી 13 વર્ષની ઉંમરે આપવામાં આવે તો એનો મહત્તમ ફાયદો મળી શકે છે. 9 વર્ષ થી લઈને 45 વર્ષની સ્ત્રીઓને આ વેક્સિન આપી શકાય છે. સ્ત્રીઓની સેક્સ્યુયલ લાઈફ ચાલુ થાય એ પહેલા આ વેક્સિન આપી દેવી જોઈએ. CDC (Center for Disease Control) 26 વર્ષથી નાની ઉમરવાળી દરેક સ્ત્રીઓને આ વેક્સિન આપવાની ભલામણ કરે છે.

હાલમાં ત્રણ પ્રકારની વેક્સિન ઉપલબ્ધ છે :

૧. Cervarix -  જેનાથી HPV 16, 18 ને કવર કરી શકાય છે.

૨. Gardasil - જેનાથી HPV 16, 18 ને કવર કરી શકાય છે. આ ઉપરાંત HPV 6, 11 જેનાથી Warts (મસા)ની શક્યતાઓ નિવારી શકાય છે.

3. Gardasil 9 - જે હાલ ભારતમાં ઉપલબ્ધ નથી.


વેક્સિન વિષેના કેટલાક પ્રશ્નો અને ઉત્તરો :

વેક્સિન વિષેના કેટલાક પ્રશ્નો અને ઉત્તરો :

કેટલા ડોઝ આપવા જોઈએ અને કેટલા સમયાંતરે આપવા જોઈએ?

Cervarix ના ત્રણ ડોઝ- 0, 1, 6 મહિનાના અંતરે અથવા

Gardasil ના ત્રણ ડોઝ- 0, 2, 6 મહિનાના અંતરે આપવામાં આવે છે.

વેક્સિન ક્યાં અને કેવીરીતે મુકાય છે?

આ વેક્સિન હાથ પર Deltoid સ્નાયુમાં Intramuscular ઈંજેકશન મૂકવામાં આવે છે.

શું વેક્સિન લીધા પછી Pap smear Test કરાવવી જોઈએ?

હા,  વેક્સિન લીધા પછી પણ દરેક સ્ત્રીએ 30 વર્ષ પછી Pap smear Test કરાવવો જોઈએ.

વેક્સિનની કોઈ આડ અસર થઈ શકે?

આ વેક્સિન ખૂબ જ સલામત છે. હાથ પર ઈનજેકશન લગાવ્યાના ભાગ પર સામાન્ય લાલાશ અથવા સોજો આવી શકે, જેમાં ચિંતા કરવાની જરૂર નથી. વેક્સિન આપ્યા બાદ સ્ત્રીને થોડીવાર સુવડાવી રાખવામા આવે તો ચક્કર નથી આવતા. ભાગ્યેજ કોઈક કેસમાં એલર્જીક રીએક્શન આવી શકે, જેથી આ વેક્સિન ક્વોલિફાઇડ ડોક્ટર પાસે તેમના ક્લિનિકમાં જ લેવી જોઈએ.

સર્વાઈકલ કેન્સરથી બચવા બીજું શું કરી શકાય?

સર્વાઈકલ કેન્સરથી બચવા વેક્સિન ઉપરાંત નિયમિત Pap Test કરાવવો જરૂરી છે. સફેદ અથવા પીળું પાણી પડે, એબ્નોર્મલ રીતે યોનિમાંથી બ્લિડિંગ થાય અથવા યોનિમાર્ગમાં ચેપ હોય ત્યારે એની તરત જ સારવાર કરવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય.

તો ચાલો, થોડી જાગૃતિ અને સતર્કતા કેળવીએ અને સ્ત્રીઓને સર્વાઈકલ કેન્સર જેવા ગંભીર રોગથી બચાવીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top