Surat: સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં નિર્વસ્ત્ર કરીને મરાયો ઢોર માર, જુઓ વીડિયો
સુરતમાં અવારનવાર ચોરી, મારામારી અને ધાકધમકીઓ આપવા જેવી ઘટનાઓ સામે આવતી રહે છે. જાણે એમ લાગી રહ્યું છે કે સુરત ક્રાઇમ હબ બનવા જઈ રહ્યું છે કારણ કે ગુનાહિત ઘટનાઓ બેફામ થવા લાગી છે. ત્યારે સુરતથી હવે વધુ એક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનમોલ ટેક્સટાઈલ માર્કેટમાં 2 વ્યક્તિઓને તાલિબાની સજા ફટકારવામાં આવી. ચોરીના આરોપમાં આ વ્યક્તિઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 10 જૂનના રિંગ રોડ પર આવેલી અનમોલ ટેક્સટાઈલ માર્કેટનો હોવાનું કહેવામા આવી રહ્યું છે, જેમાં એક દુકાનમાં 2 શખ્સ ચોરી કરવા આવ્યા હતા અને તેઓ પકડાઈ ગયા. તેમને પકડીને દુકાન માલિકે બંનેને નિર્વસ્ત્ર કર્યા અને પછી ઢોર માર માર્યો.
આ વાયરલ વીડિયોને લઈને DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં 2 વ્યક્તિને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. આ વીડિયો આજનો છે કે ક્યારે લેવામાં આવ્યો છે એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. અમે અત્યારે આ વીડિયો અંગેની તપાસ શરૂ કરી છે. મારનારી વ્યક્તિઓ કોણ છે? જેમને નગ્ન કરવામાં આવી છે એ વ્યક્તિ કોણ છે અને કયા કારણસર તેમની સાથે આ પ્રકારનું વર્તન કર્યું છે એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે માર્કેટમાં સાડીના વેપારી દ્વારા 2 યુવકોને ઝડપી પાડીને તેમને નગ્ન કરવામાં આવે છે. ત્યાર બાદ બંનેને એક બાદ એક બધાની વચ્ચે લઈ જઈ લાકડાના લાકડીથી માર મારવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ તેમને કાન પકડીને ઊઠકબેઠક પણ કરાવવામાં આવતી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે. તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા આ તાલિબાની સજાનો વીડિયો બનાવવામાં આવી રહ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે. જોકે આ વીડિયો સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનમોલ માર્કેટનો છે કે કેમ એ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp