શું વાસ્તવમાં તાજ મહલની છાતમાં કોઈ કાણું છે? જ્યાથી ટપકે છે મુમતાઝની કબર પર પાણી

શું વાસ્તવમાં તાજ મહલની છાતમાં કોઈ કાણું છે? જ્યાથી ટપકે છે મુમતાઝની કબર પર પાણી

06/12/2025 National

SidhiKhabar

SidhiKhabar

શું વાસ્તવમાં તાજ મહલની છાતમાં કોઈ કાણું છે? જ્યાથી ટપકે છે મુમતાઝની કબર પર પાણી

તાજમહેલને દુનિયાની 7મી અજાયબી કહેવામાં આવે છે, જે મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં બનાવી હતી, પરંતુ શું તાજમહેલની છતમાં કોઈ કાણું છે? શું મુમતાઝની કબર પર પાણી ટપકે છે? શું અવિશ્વનીય અને શાનદાર શિલ્પકલામાં નિષ્ણાત લોકોથી પણ ભૂલ થઈ  છે? જ્યારે સંસદમાં આ અંગે સરકારનો જવાબ આવ્યો ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે દર વર્ષે લગભગ 80 લાખ પ્રવાસીઓને આકર્ષતો તાજમહેલ ભારતના સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. આ ઘટનાએ ફરી એકવાર સ્મારકોને સાચવવાની અને જળવાયુ પરિવર્તનની અસરોનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.


ડિસેમ્બર 2024માં સંસદમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો

ડિસેમ્બર 2024માં સંસદમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો

ડિસેમ્બર 2024માં સરકારને તાજમહેલની છતમાં છિદ્રો અને છિદ્રોમાંથી ટપકતા પાણીના સંદર્ભમાં સંસદમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સંસદમાં જણાવ્યું હતું કે 10-12 સપ્ટેમ્બર, 2024 દરમિયાન આગ્રામાં સતત 3 દિવસના ભારે વરસાદ દરમિયાન, 12 સપ્ટેમ્બરના રોજ તાજમહેલના મુખ્ય ગુંબજની છત પરથી પાણીના થોડા ટીપાં ટપકતા જોવા મળ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ લીકેજ નજીવું હતું અને ગુંબજને કોઈ ગંભીર નુકસાન થયું નથી. આ દરમિયાન, આગ્રામાં 151 મીમી વરસાદ પડ્યો, જે છેલ્લા 80 વર્ષમાં એક દિવસમાં સૌથી વધુ હતો, જેનાથી માત્ર તાજમહેલ જ નહીં, પરંતુ આગ્રા કિલ્લો, ફતેહપુર સિક્રી અને અન્ય ઐતિહાસિક સ્મારકો પણ પ્રભાવિત થયા હતા.


, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ આ બાબતની ગંભીરતાને સ્વીકારી

, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ આ બાબતની ગંભીરતાને સ્વીકારી

જોકે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ આ બાબતની ગંભીરતાને સ્વીકારીને તાત્કાલિક તાજમહેલની તપાસ અને સમારકામ શરૂ કર્યું. ASIના આગ્રા સર્કલના અધિક્ષક પુરાતત્વવિદના જણાવ્યા અનુસાર, ડ્રોન કેમેરાથી તપાસ કર્યા બાદ, ગુંબજના પથ્થરોમાં નાની તિરાડો અને ઉપરના કળશની ધાતુમાં કાટ લાગવાની શક્યતા બહાર આવી હતી, જેના કારણે આ લીકેજ થયું હતું. હાલમાં, તાજમહેલની છતમાં કયા છિદ્રમાંથી શાહજહાંની પત્ની મુમતાઝની કબર પર પાણી ટપકતું હતું તે વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. તાજમહેલના મધ્ય ગુંબજને થોડો ઢાળ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે જે વરસાદી પાણીને ડ્રેનેજ પોઇન્ટ તરફ દિશામાન કરે છે. આ સિસ્ટમો ખાસ કરીને છત અથવા ફ્લોર પર પાણી એકઠું ન થાય તેને સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top