Raja Raghuwanshi Murder Case: કિલર્સ ન મારતા તો પણ ન બચતો રાજા રઘુવંશી, સોનમે બનાવી રાખ્યો હતો પ્લાન-B
Meghalaya Honeymoon Murder Case: ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસના 4 આરોપીઓએ પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચાલાક સોનમ રઘુવંશીએ પોતાના પતિને મારી નાખવા માટે પ્લાન B પણ તૈયાર રાખ્યો હતો. જો આરોપીઓ તેને મારી ન શકતા તો સોનમ રાજને સેલ્ફી લેવાના બહાને ખીણમાં ધક્કો મારી દેવા માગતી હતી. અહીં, રાજ કુશવાહના મોબાઇલમાંથી 10 રૂપિયાની ઘણી નોટોના નંબર મળી આવ્યા છે. હવે માનવામાં આવી રહ્યું છે કે તે હવાલાના ધંધા સાથે પણ જોડાયેલો હતો. તો, રાજા રઘુવંશી હત્યાકાંડના આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ પોલીસને જણાવ્યું છે કે, તેમણે જ રાજા રઘુવંશીની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ, તેનો મૃતદેહ શિલોંગમાં ખીણમાં ફેંકી દેવામાં આવ્યો હતો. ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની કબૂલાતની પુષ્ટિ કરી છે. આરોપીઓની 2 દિવસથી પૂછપરછ ચાલી રહી હતી. રાજાની પત્ની સોનમ રઘુવંશી આ સમગ્ર કેસની મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. શિલોંગ પોલીસ બધા આરોપીઓ સાથે દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. ત્યાંથી તેઓ ગુવાહાટી જશે. ત્યારબાદ શિલોંગ પોલીસ ટીમની ગુરુવારે સવાર સુધીમાં પહોંચી જશે.
શિલોંગ પોલીસની ટીમ રાજા રઘુવંશી હત્યાકાંડને લઈને સોનમની સતત પૂછપરછ કરી રહી છે. આ બધામાં સૌથી મોટો સવાલ એ છે કે શું રાજાની હત્યા બાદ પત્ની સોનમ ઇન્દોર આવી હતી. આ અંગે ACP પૂનમ ચંદ યાદવે કહ્યું કે અમે શિલોંગ પોલીસ પાસેથી આવા ઇનપુટ મેળવવા પર કામ કરીશું. અમને અત્યાર સુધી આવા કોઈ ઇનપુટ મળ્યું નથી.
ACP પૂનમ ચંદ યાદવનું કહેવું છે કે ચારેય આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. હત્યાનો માસ્ટરમાઇન્ડ રાજ કુશવાહ છે. લગ્ન અગાઉ પણ રાજા રઘુવંશીની હત્યાની તૈયારીઓ ચાલી રહી હતી. આરોપીઓએ રાજા રઘુવંશીને મારવાનો એક ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો. રાજા અને સોનમ પોતાના હનીમૂન માટે નીકળે તે પહેલાં જ બધા શિલોંગ નીકળી ગયા હતા.
રાજા રઘુવંશી પર વિશાલે પહેલા હુમલો કર્યો. વિશાલના ઘરથી જે કપડાં જપ્ત કરવામાં આવ્યા છે, તેમાં લોહીના ડાઘ મળી આવ્યા છે. હવે આ લોહી કોનું છે, તે ફોરેન્સિક તપાસથી જ સામે આવશે. પોલીસનું કહેવું છે કે કોઈને શંકા ન જાય તે માટે રાજ ઇન્દોરમાં જ રહ્યો. શિલોંગ પોલીસે આરોપીઓ પાસેથી કેટલાક ટેક્નિકલ પુરાવા પણ મેળવ્યા છે.
પોલીસ રાજા હત્યાકાંડના ચારેય આરોપીઓ સાથે ઈન્દોરથી રવાના થયા હતા. બધા આરોપીઓને ફ્લાઇટ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. બધાને ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. મેઘાલય પોલીસના DSP એસ.એ. સંગમાની આગેવામાં 5 સભ્યોની ટીમ આરોપીઓ સાથે રવાના થઈ હતી. આ દરમિયાન, રાજા રઘુવંશી હત્યાકાંડના આરોપીઓને ઈન્દોર એરપોર્ટ પર જોઈને લોકો ગુસ્સે થઈ ગયા. મુસાફરોએ એરપોર્ટ પર આરોપીઓને જબરદસ્ત મેથીપાક ચખાડ્યો. એટલું જ નહીં, એક મુસાફરે એરપોર્ટ પર રાજને જોરદાર થપ્પડ પણ મારી. શિલોંગ પોલીસ ચારેય આરોપીઓ સાથે ઈન્દોર એરપોર્ટ લ્લઈને પહોંચી. ત્યારબાદ અહીંથી તેઓ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર શિલોંગ જવા રવાના થયા. હવે શિલોંગ પોલીસ સોનમ, રાજ, આનંદ, આકાશ અને વિશાલ ઉર્ફે વિક્કીની પૂછપરછ કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp