ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સહિત 24 જગ્યાએ EDની કાર્યવાહી; જાણો શું છે મામલો

ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સહિત 24 જગ્યાએ EDની કાર્યવાહી; જાણો શું છે મામલો

06/12/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સહિત 24 જગ્યાએ EDની કાર્યવાહી; જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમો ગુરુવારની સવારથી જ રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં લગભગ 24 સ્થળોએ દરોડા પાડી રહી છે. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લગભગ 2700 કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગ કેસ છે. આ દરોડા ગુજરાતના અમદાવાદ, દિલ્હી અને રાજસ્થાનના સીકર, જયપુર, જોધપુર, ઝુનઝુનુમાં પાડવામાં આવી રહ્યા છે.  આ દરોડા નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટમાં છેતરપિંડીની તપાસ સાથે જોડાયેલા છે. પ્રોજેક્ટમાં રોકાણ કરનારાઓને કંપની દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેમને ચોક્કસ સમયગાળા બાદ ફ્લેટ, જમીન કે  ઊંચા દરે તેમના પૈસા પરત મળશે.


આ કંપની અમદાવાદમા નોંધાઈ હતી

આ કંપની અમદાવાદમા નોંધાઈ હતી

આ કેસમાં રાજસ્થાન પોલીસે ઘણા લોકો સામે FIR પણ દાખલ કરી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. નેક્સા એવરગ્રીન કંપની 17 એપ્રિલ 2021ના ​​રોજ અમદાવાદમાં નોંધાઈ હતી. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ અમદાવાદના રેકોર્ડ દર્શાવે છે કે આ કંપની રિયલ એસ્ટેટ કામકાજ માટે નોંધાયેલી હતી. તેના માલિકો સુભાષ બિજારનિયા અને રણવીર બિજારનિયા છે, જે સીકરના પનલાવાના રહેવાસી છે. તેમણે ગુજરાતમાં ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નામે રોકાણના નામે લોકો પાસેથી રૂપિયા લીધા હતા. કંપનીમાં બનવારી મહરિયા, ઉપેન્દ્ર બિજારનિયા, લક્ષ્મી સલીમ ખાન, સમીર, દાતાર સિંહ, રક્ષાપાલ, ઓમપાલ અને સાંવરમલના નામ પણ સામે આવ્યા છે.


રણવીર અને સુભાષે માત્ર નેક્સા એવરગ્રીન સાથે ઘણી કંપની બનાવેલી

રણવીર અને સુભાષે માત્ર નેક્સા એવરગ્રીન સાથે ઘણી કંપની બનાવેલી

રણવીર અને સુભાષે માત્ર નેક્સા એવરગ્રીનના નામે જ નહીં, પરંતુ અન્ય ઘણા નામે કંપનીઓ બનાવી હતી. આ નામે ઘણી બેંકોમાં ખાતા ખોલવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડી કરનારાઓના HDFC, AU Small, ICICI, Equitas, IDFC સહિત ઘણી બેંકોમાં ખાતા છે. જે કંપનીઓના નામે ખાતા ખોલવામાં આવ્યા હતા તેના માલિકો પણ અલગ-અલગ હતા. નેક્સા એવરગ્રીન ઉપરાંત, નેક્સા એવરગ્રીન ડેવલપર્સ, નેક્સા એવરગ્રીન બિલ્ડર્સ, નેક્સા એવરગ્રીન ધોલેરા, ધોલેરા બિલ્ડર્સ, ધોલેરા એવરગ્રીન ડેવલપર, એવરગ્રીન બિલ્ડર ડેવલપર, ધોલેરા ડેવલપર જેવી ઘણી કંપનીઓ છે.

ખાસ વાત એ છે કે આ કંપનીઓના અલગ-અલગ ડિરેક્ટર હતા. લોકોને છેતરવા માટે, મોટાભાગના પ્રોજેક્ટ્સ અને કંપનીઓના નામ ધોલેરા સિટીના નામ પર રાખવામાં આવ્યા હતા. ઠગોએ બેન્ક કરતા ડબલ વ્યાજનું રિટર્ન, દર અઠવાડિયે ખાતામાં વ્યાજના પૈસા, નવા ગ્રાહક લાવવા પર કમિશન, ધોલેરા શહેરમાં પ્લોટ વગેરે જેવા વચનો આપીને લલચાવ્યા હતા. જેમણે પણ તેમની યોજના વિશે સાંભળ્યું, તેઓ લલચાયા અને તેમનો ભોગ બન્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top