બૂમરાહનું ઐતિહાસિક કારનામું, કપિલ દેવનો રેકૉર્ડ તોડી ઑસ્ટ્રેલિયામાં રચ્યો ઈતિહાસ
Jasprit Bumrah breaks Kapil Devs record: જસપ્રીત બૂમરાહે ઈતિહાસ રચી દીધો છે. બૂમરાહ હવે ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ લેનારો એશિયન બૉલર બની ગયો છે. આમ કરીને બૂમરાહે કપિલ દેવનો રેકૉર્ડ તોડ્યો છે. ટેસ્ટમાં કપિલ દેવે ઑસ્ટ્રેલિયામાં કુલ 51 વિકેટ લીધી હતી. તો બૂમરાહ હવે તેમના કરતા આગળ નીકળી ગયો છે. બૂમરાહ હવે ઑસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી વધુ વિકેટ લેનારો માત્ર ભારતીય બૉલર જ નહીં, પરંતુ એશિયન બૉલર બની ગયો છે. ગાબા ટેસ્ટ મેચમાં પણ બૂમરાહે પ્રથમ દાવ દરમિયાન 6 વિકેટ ઝડપી હતી.
52 વિકેટ - જસપ્રીત બૂમરાહ (19)*
51 વિકેટ- કપિલ દેવ (21)
49 વિકેટ - અનિલ કુંબલે (18)
40 વિકેટ - રવિચંદ્રન અશ્વિન (19)
35 વિકેટ - બિશન સિંહ બેદી (14)
તમને જણાવી દઈએ કે બૂમરાહે માત્ર 19 ટેસ્ટ મેચ રમીને આ સિદ્ધિ મેળવી છે. બૂમરાહે ઑસ્ટ્રેલિયામાં સૌથી ઓછી ઍવરેજ સાથે 50થી વધુ વિકેટ લઈને ચોક્કસપણે એક મોટો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે. આ સિવાય એશિયન બૉલરો વિશે જાણીએ તો સરફરાઝ નવાઝ ઑસ્ટ્રેલિયામાં 31.46ની ઍવરેજથી 50 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જ્યારે કુંબલેએ ઑસ્ટ્રેલિયામાં 49 વિકેટ લીધી છે. આ સિવાય ઈમરાન ખાને ઑસ્ટ્રેલિયામાં 45 વિકેટ લીધી છે.
52 વિકેટ- જસપ્રીત બૂમરાહ (17.40)*
51 વિકેટ- કપિલ દેવ (24.58)
50 વિકેટ- સરફરાઝ નવાઝ (31.46)
49 વિકેટ- અનિલ કુંબલે (37.73)
45 વિકેટ- ઈમરાન ખાન (28.51)
ટેસ્ટ મેચની વાત કરીએ તો ઑસ્ટ્રેલિયાએ ગાબા ખાતે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. તો ભારતીય ટીમ 260 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવના આધારે 185 રનની લીડ મેળવી હતી. ભારતની ઇનિંગ દરમિયાન કે.એલ. રાહુલે 84 રન અને રવિન્દ્ર જાડેજાએ 77 રન બનાવ્યા હતા. તો, છેલ્લી વિકેટ માટે, બૂમરાહ અને આકાશ દીપે 47 રનની ભાગીદારી કરી હતી, જેના આધારે ભારતીય ટીમ 260 રન બનાવવામાં સફળ રહી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp