જાણો કંગનાની સંસદ સભ્યતા રદ્દ કરવાની કેમ કરવામાં આવી માગ? HCએ આપી નોટિસ

જાણો કંગનાની સંસદ સભ્યતા રદ્દ કરવાની કેમ કરવામાં આવી માગ? HCએ આપી નોટિસ

07/25/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

જાણો કંગનાની સંસદ સભ્યતા રદ્દ કરવાની કેમ કરવામાં આવી માગ? HCએ આપી નોટિસ

બોલિવુડ એક્ટ્રેસ અને હિમાચલના મંડીથી ભાજપના સાંસદ કંગના રણૌતની સાંસદી વિરુદ્ધ હિમાચલ હાઇ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કંગનાની સંસદ સભ્યતા રદ્દ કરવાની માગ કરવામાં આવી છે. હાઇ કોર્ટે આ અરજી પર કંગના રણૌતને નોટિસ પાઠવી છે. હાઇ કોર્ટે કંગના રણૌતને 21 ઑગસ્ટ સુધી પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે. અરજીકર્તા લાયક રામ નેગીએ કંગના રણૌત વિરુદ્ધ અરજી દાખલ કરી છે. તેમાં તેમણે કોર્ટ પાસે કંગના રણૌતની ચૂંટણી રદ્દ કરવાની માગ કરી છે. નેગી ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના પૂર્વ કર્મચારી છે. નેગીનું કહેવું છે કે તેઓ ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ તેમના નામાંકન પત્રને મંડીના ચૂંટણી અધિકારીએ ખોટી રીતે રદ્દ કરી દીધું હતું.


21 ઓગસ્ટ સુધી કંગનાએ આપવો પડશે જવાબ:

21 ઓગસ્ટ સુધી કંગનાએ આપવો પડશે જવાબ:

નેગીની દલીલ છે કે જો તેમનું નામાંકન પત્ર સ્વીકારી લેવામાં આવતું તો તેઓ જીતી જતા. અરજીમાં નેગીએ કોર્ટને અપીલ કરી છે કે કંગનાની ચૂંટણીને રદ્દ કરવી જોઈએ. તેમણે મંડી સીટ પર ફરી ચૂંટણી કરાવવાની માગ કરી છે. નેગીની આ અરજી પર જસ્ટિસ જ્યોત્સના રેવાલે કંગના રણૌતને નોટિસ પાઠવી છે અને 21 ઑગસ્ટ સુધી જવાબ આપવા કહ્યું છે. નેગીએ આગળ કહ્યું કે, નામાંકન દરમિયાન તેમને કહેવામાં આવ્યું કે, સરકારી આવાસને લઈને અપાયેલા વીજળી, પાણી અને ટેલિફોનના નો ડ્યૂઝ સર્ટિફિકેટ પણ આપવા પડશે. તેમને આ સર્ટિફિકેટ આપવા માટે આગામી દિવસ સુધી સમય આપવામાં આવ્યો હતો. આગામી દિવસે જ્યારે તેમણે રિટર્નિંગ ઓફિસરને કાગળ સોંપ્યા તો તેને લેવાનો ઇનકાર કરી દીધો અને નામાંકન રદ્દ કરી દીધું.


કંગના રણૌતે 74755 વૉટથી જીત હાંસલ કરી હતી

કંગના રણૌતે 74755 વૉટથી જીત હાંસલ કરી હતી

કંગનાએ લોકસભાની ચૂંટણીમાં હિમાચલના મંડીથી જીત હાંસલ કરી હતી. તેમણે કોંગ્રેસ ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને 74,755 વૉટથી હરાવ્યા હતા. ત્રીજા નંબર પર બહુજન સમાજ પાર્ટીના ડૉ. પ્રકાશ ચંદ્ર ભારદ્વાજ રહ્યા હતા. ભારદ્વાજને 4393 વોટ મળ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top