ટેરો કાર્ડસ મુજબ રાશિફળ

ટેરો કાર્ડસ મુજબ રાશિફળ

09/28/2020 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડસ મુજબ રાશિફળ

ટેરો કાર્ડસ મુજબ તમારી રાશિ આધારિત ભવિષ્ય જાણો


મેષ રાશિ - Aries

મેષ રાશિ - Aries

આ સપ્તાહ મેષ રાશિ માટે થોડું પોઝિટિવ રહેશે, કોર્ટ-કચેરીના કાર્યમાં સફળતા મળશે, વિદેશ ને લગતાં કાર્યમાં સફળતા મળે, નાણા ને લઈને પોઝિટિવ ન્યૂઝ મળે, સપ્તાહ ની વચ્ચે ઉદાસીનતા જેવું લાગે.


વૃષભ રાશી - Taurus

વૃષભ રાશી - Taurus

સપ્તાહ દરમિયાન નવી તક મળે ,આનંદથી ભરેલું સપ્તાહ જશે ,આળસને દૂર કરવી, બની શકે છે કે સપ્તાહ દરમિયાન પોલિટિક્સનો સામનો કરવો પડે, પોતાના અંદર રહેલી જાગૃતતા નો વધારો થવો.


મિથુન રાશિ - Gemini

મિથુન રાશિ - Gemini

સપ્તાહની શરૂઆતમાં વધારે મહેનત સામે ઓછા પૈસા મળતા દેખાવા, પોતાને ફસાયેલું અનુભવું ત્યારબાદ ધીરે-ધીરે સમય સુધરતો દેખાવો , નાણાકીય લાભ થવો સપ્તાહના અંતમાં આનંદનો અનુભવ થવો, સપ્તાહ સાહસિક રહેશે.


કર્ક રાશિ - Cancer

કર્ક રાશિ - Cancer

સપ્તાહની શરૂઆતમાં મુસાફરી અથવા સ્થળાંતર થવું ,સિંગલ લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવવો ,સંબંધોમાં સુંધારો આવવો, કોઈ મહત્વપૂર્ણ કાર્ય નો આયોજન થશે, સપ્તાહના અંતમાં જે વસ્તુ પાસે છે તેના કરતાં જે નથી તેના માટે વધારે ગમગીન થશો.


સિંહ રાશી - Leo

સિંહ રાશી - Leo

શરૂઆતના દિવસો થોડા કઠિન જશે, કૌટુંબિક તનાવ અનુભવ થવો, દગો અને  દુઃખનો અનુભવ થવો, વડીલ નો સાથ મળવો, પોઝિટિવ વિચારો તમારા સમયને બદલી શકશે તો પોઝિટિવ વિચારવું ,શાંત રહેવું અને જતું કરવાની ભાવના રાખવી.


કન્યા રાશિ - Virgo

કન્યા રાશિ - Virgo

શરૂઆતમાં જૂની વાતોને લઈને ઉદાસ રહેવું ,દરેક નવા કાર્ય કરવા માટે તૈયાર રહેવું ,સંબંધોમાં મધુરતા આવવી ,રાહ જોવાઇ રહેલ કાર્યનું પૂર્ણ થવું ,નવી તક મળવી,નાણાં પ્રાપ્ત થવા નવો દ્રષ્ટિકોણ મળવો.


તુલા રાશિ - Libra

તુલા રાશિ - Libra

સપ્તાહની શરૂઆતમાં વસ્તુઓ તમારા યોજનાથી વિપરીત જતી લાગવી ,કોઈક વસ્તુ કે વ્યક્તિ ની રાહ જોવી ,વસ્તુઓ delay થતી લાગવી સપ્તાહના મધ્યમાં ખુશ ખબર મડવી પરંતુ નકારાત્મક વિચારોથી પોતાને દૂર રાખવા અને પોતાના અંતરાત્માના અવાજને અનુસરવું.


વૃશ્ચિક રાશિ - Scorpio

વૃશ્ચિક રાશિ - Scorpio

અશોક સપ્તાહની શરૂઆતમાં લાગણી બેલેન્સ લાગવી ,ન્યુ તકની રાહ જોવી, અગત્યના કાર્ય ના કાર્યમાં કોઈ બાધા નાખતુ‌ લાગવુ ,પરંતુ સપ્તાહના અંતમાં કોઈ કાર્યમાં સફળતા ,વિજય પ્રાપ્ત થવો , પોતાના વિચારોને અંકુશમાં લાવી શકશો.


ધનુ રાશિ - Sagittarius

ધનુ રાશિ - Sagittarius

સપતા લાભ આપનારું પુરવાર થશે, ધાર્યું કાર્ય કરી શકશો, સમય બદલાતો અનુભવો, જીવનને સંતુલન કરી શકશો, આરોગ્યમાં સુધારો લાગવો, રાત્રે ઊંઘ ઓછી આવવી, સપ્તાહના અંતમાં લાભ પ્રાપ્ત થવો.


મકર રાશિ - Capricorn

મકર રાશિ - Capricorn

સપતા હકારાત્મકતા થી ભરેલું જશે, મિલકત પ્રાપ્ત થવી અથવા મિલકતને લગતા કાર્યો થવા, નવો સમય શરૂ થવો, કોઈ સ્ત્રીની કાર્યમાં સહાયતા મળે , કરેલા કાર્યોનું સારું ફળ પ્રાપ્ત થવું ,સફળતા મળવી.


કુંભ રાશિ - Aquarius

કુંભ રાશિ - Aquarius

આ સપ્તાહ હકારાત્મક રહેશે આ સમય તમને તેમના વહેણમાં ચાલવાનું સૂચવી જાય છે, સામાજિક ભારનો અનુભવ થશે ,નવી તક પ્રાપ્ત થશે, નાણાકીય પ્રાપ્તિ થશે.


મીન રાશિ - Pisces

મીન રાશિ - Pisces

આ સપ્તાહમાં તમે જે કાર્ય કરો છો તેમની નોંધ લેવામાં આવશે ,અને તેમને તેમનો પુરસ્કાર પણ આપવામાં આવશે પ્રશંસા પણ મળશે ,આ સપ્તાહ દરમિયાન તમને ખુશી નો અનુભવ થશે ,નવા સમાચાર મળશે ,સફળતા મળશે , ધાર્મિક કાર્ય કરશો, કોઈ વસ્તુ તમને ઉદાસીન કરી જશે પરંતુ આત્મવિશ્વાસમાં વધારો થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top