કૃષ્ણા ગોવિંદાનું પેચઅપ, કૃષ્ણા અભિષેકનાં આંસુ જોઈને ગોવિંદા પીગળ્યો, છ વર્ષે માફી આપતાં કહ્યું

કૃષ્ણા ગોવિંદાનું પેચઅપ, કૃષ્ણા અભિષેકનાં આંસુ જોઈને ગોવિંદા પીગળ્યો, છ વર્ષે માફી આપતાં કહ્યું- રિલેક્સ

06/15/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

કૃષ્ણા ગોવિંદાનું પેચઅપ, કૃષ્ણા અભિષેકનાં આંસુ જોઈને ગોવિંદા પીગળ્યો, છ વર્ષે માફી આપતાં કહ્યું

બૉલીવુડ ડેસ્ક : અંતે તે દિવસ આવી ગયો કે જ્યારે ગોવિંદા તથા કૃષ્ણા અભિષેક વચ્ચેનું કોલ્ડવૉર પૂરું થઈ ગયું છે. ચીચી મામા ઉર્ફે ગોવિંદાએ અંતે પોતાના ભાણિયા કૃષ્ણા અભિષેકને માફ કરી દીધો છે. તેમની વચ્ચે છ-છ વર્ષ સુધી અબોલા હતા. મામાને મનાવવા માટે કૃષ્ણા અભિષેકે ઘણીવાર જાહેરમાં માફી માગી છે. બંને વચ્ચે પેચઅપ કરાવવાની ક્રેડિટ હોસ્ટ મનીષ પોલને જાય છે.


મનીષ પોલના શોમાં પેચઅપ

મનીષ પોલના શોમાં પેચઅપ

મનીષ પોલના પોડકાસ્ટમાં થોડાં દિવસ પહેલાં કૃષ્ણા અભિષેકે રડતાં રડતાં ગોવિંદાની માફી માગી હતી. કૃષ્ણા બાદ હવે ગોવિંદા આ શોમાં આવ્યો હતો. તેણે ખુલ્લા મનથી ભાણિયાને માફ કરી દીધો છે. મનીષ પોલે સો.મીડિયામાં આ અંગેનો વીડિયો પણ શૅર કર્યો છે. આ વીડિયોમાં મનીષ પોલ એક્ટર ગોવિંદાને કહે છે કે કૃષ્ણાએ અહીંયા આવીને માફી માગી છે. જો તમે તેને કંઈક કહેવા માગો છો તો પ્લીઝ કહો. તે રિક્વેસ્ટ કરે છે.


ગોવિંદાએ અંતે માફ કર્યો

ગોવિંદાએ અંતે માફ કર્યો

ગોવિંદાએ કૃષ્ણા અભિષેકની માફી પર કહ્યું હતું, 'કૃષ્ણા માટે, આરતી માટે..તમે લોકો મારી ફેવરિટ બહેનનાં બાળકો છો. મને મારી બહેને ઘણો જ પ્રેમ કર્યો હતો, પરંતુ તમને એ સુખ મળી શક્યું નહીં. આ વાતનું મને ઘણું જ દુઃખ છે, પરંતુ હું એવો નથી કે મારા કોઈપણ વ્યવહારને કારણે તમે દુઃખી થાવ. તમે પણ એવાં નથી. તમારા માટે હંમેશાં માફી છે. પ્લીઝ રિલેક્સ, તમારી સામે કોઈ વાંધો નથી. ભગવાન તમારું ભલું કરે, ઓલ ધ બેસ્ટ, મહેનત કરતા રહો.'


મનીષના પોડકાસ્ટમાં કૃષ્ણાએ શું કહ્યું હતું?

મનીષના પોડકાસ્ટમાં કૃષ્ણાએ શું કહ્યું હતું?

કૃષ્ણાએ ગોવિંદાની માફી માગતા કહ્યું હતું, 'ચીચીમામા, હું તમને ઘણો જ પ્રેમ કરું છું. તમને ઘણાં જ યાદ કરું છું. ક્યારેય ન્યૂઝ પેપર્સ તથા મીડિયામાં શું આવ્યું છે અને શું લખાયું છે, તેના પર ના જતાં. હું એક જ વાત કહેવા માગું છું કે હું તમને ઘણાં જ મિસ કરું છું. હું ઈચ્છું છે કે મારા બાળકો મારા મામા સાથે રમે.' આટલું કહેતાં જ કૃષ્ણા અભિષેક રડી પડ્યો હતો.

ગોવિંદાએ માફી આપતાં જ કૃષ્ણા અભિષેકે આ વીડિયો પર કમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું, 'હું તમને ઘણો જ પ્રેમ કરું છે.'


શા માટે વિવાદ થયો હતો?

શા માટે વિવાદ થયો હતો?

2016માં ગોવિંદા તથા કૃષ્ણા અભિષેકના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ગોવિંદાએ 'જગ્ગા જાસૂસ' ફિલ્મથી કમબેક કર્યું હતું. જોકે, તે આ ફિલ્મના પ્રમોશન માટે કૃષ્ણા અભિષેકના શોમાં ગયો નહોતો, પરંતુ કપિલના શોમાં ગયો હતો. ત્યારબાદ 2018માં કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે સો.મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે કેટલાક લોકો પૈસા માટે નાચે છે. આ પોસ્ટ પર સુનીતાએ કહ્યું હતું કે આ પોસ્ટ તેના પતિ ગોવિંદા વિરુદ્ધ કરવામાં આવી છે. ત્યારબાદ ગોવિંદા-સુનીતાએ કૃષ્ણા-કાશ્મીરા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top