કિસ્મત નથી આપી રહી સાથ? તો મંગળવારના દિવસે કરો આ ચમત્કારી ઉપાય, બનવા લાગશે બધા કામ
હિન્દુ ધર્મમાં મંગળવારનો દિવસ પવન પુત્ર હનુમાનજીનો હોય છે. મંગળવારના દિવસે પૂજા પાઠ અને વ્રતથી ભગવાન ખુબ પ્રસન્ન થાય છે અને જીવનના તમામ સુખ-સંકટ દૂર થઇ જાય છે. જ્યોતિષમાં પણ મંગળવારનો દિવસે પૂજા-પાઠ કરવા માટે શુભ માનવામાં આવ્યો છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા સાથે કેટલાક ઉપાયો કરવાથી સંકટમાંથી મુક્તિ મળે છે અને તમામ બગડેલા કામ બનવા લાગે છે. આ ઉપાયોથી તમે હનુમાનજીને પ્રસન્ન કરી શકો છો. તો ચાલો જાણીએ મંગળવાર સાથે જોડાયેલા ઉપાય.
મંગળવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ હનુમાન મંદિરે જાઓ અને ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવો. ત્યાર બાદ હનુમાનજીને ચોલા સિંદૂર ચઢાવો અને લાડુનો ભોગ લગાવો. ત્યાર બાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને માર્ગમાં આવતી દરેક અડચણો પણ દૂર થશે.
આર્થિક સંકટ દૂર કરવા માટે મંગળવારે વાંદરાઓને ગોળ, ચણા, મગફળી અથવા કેળા ખવડાવો. જો વાંદરાઓને આ વસ્તુઓ ખવડાવવી શક્ય ન હોય તો કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આ વસ્તુઓ દાન કરો. 11 મંગળવાર સુધી આ ઉપાય કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે.
મંગળવારે જવના લોટમાં કાળા તલ અને તેલ મિક્સ કરીને રોટલી બનાવો. આ રોટલીને તેલ અને ગોળ સાથે કોઈ ખરાબ નજરવાળા વ્યક્તિ કે બાળક પર સાત વાર ફેરવી ભેંસને ખવડાવો. તેનાથી ખરાબ નજરની અસર તરત જ દૂર થાય છે.
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારે સાંજે હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબની માળા ચઢાવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp