Heart Attack: ક્રિકેટ રમતા રમતા જ ખેલાડીને હાર્ટ ઍટેક આવ્યો, મોત; વીડિયો જોઈને તમે પણ દંગ રહી જ

Heart Attack: ક્રિકેટ રમતા રમતા જ ખેલાડીને હાર્ટ ઍટેક આવ્યો, મોત; વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

12/31/2024 National

SidhiKhabar

SidhiKhabar

Heart Attack: ક્રિકેટ રમતા રમતા જ ખેલાડીને હાર્ટ ઍટેક આવ્યો, મોત; વીડિયો જોઈને તમે પણ દંગ રહી જ

Maharashtra: જાલનાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 25 ડિસેમ્બરે ક્રિસમસના અવસર પર જાલનામાં ક્રિકેટ મેચ રમતી વખતે ખેલાડીને અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું. આ ઘટના સવારે 11:30 વાગ્યાની આસપાસ બની હતી. મોતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.


ફરી પીચ પર બેઠો અને પછી...

ફરી પીચ પર બેઠો અને પછી...

જાલનામાં ક્રિસમસ ક્રિકેટ ટ્રોફી રમી રહેલો 32 વર્ષીય વિજય પટેલ અચાનક ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ પર બેસી ગયો અને તેની હાલત ધીરે-ધીરે બગડવા લાગી. તેની ટીમના સાથીઓ તરત જ ત્યાં પહોંચ્યા અને તેને ઊંચકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં તેની હાલત બગડી ગઈ હતી. થોડા સમય બાદ વિજય પટેલનું મોત થઇ ગયું. મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું કહેવાય છે. મોતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જો કે, વિજય પટેલના મૃત્યુ પાછળનું સત્તાવાર કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસ મુજબ તેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું કહેવાય છે. પોલીસ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


મેચ રદ કરવામાં આવી

મેચ રદ કરવામાં આવી

આ ઘટનાએ જાલના અને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. સ્થાનિક લોકો અને ખેલાડીઓએ વિજય પટેલના અકાળે અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો, ત્યારબાદ મેચ રદ કરવામાં આવી હતી. જાલના પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top