BREAKING : મિથુન ચક્રવર્તી પ.બંગાળની મમતા સરકારને ઉથલાવશે? મિથુને કહ્યું, “મમતાના 21 વિધાયક માર

BREAKING : મિથુન ચક્રવર્તી પ.બંગાળની મમતા સરકારને ઉથલાવશે? મિથુને કહ્યું, “મમતાના 21 વિધાયક મારા સંપર્કમાં”!

07/27/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

BREAKING : મિથુન ચક્રવર્તી પ.બંગાળની મમતા સરકારને ઉથલાવશે? મિથુને કહ્યું, “મમતાના 21 વિધાયક માર

Political Desk : છેલ્લી કેટલીક ચૂંટણીઓ દરમિયાન પ.બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી ભાજપ માટે પરંપરાગત હરીફ બનીને ઉભરી આવ્યા છે. અનેક રાજ્યોમાં અજેય રહેલા ભાજપને પ.બંગાળમાં ઉપરાછાપરી બે વાર મમતા બેનરજી સામે હારનો સામનો કરવો પડ્યો છે. મમતા બેનર્જી વીતેલા અઢી દાયકા દરમિયાન પ.બંગાળના સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી નેતા બનીને ઉભરી આવ્યા છે. તેમ છતાં આ સમયગાળા દરમિયાન ભાજપ પણ પ.બંગાળમાં ધીમે પગલે પોતાની હાજરી નોંધાવી રહ્યો છે. ગઈ વિધાનસભામાં ભાજપ પ્રથમ વખત 70 થી ધારાસભ્યોને વિધાનસભામાં મોકલવા જેટલો સક્ષમ બની શક્યો છે. અને હાલમાં મિથુન ચક્રવર્તીના સ્ફોટક નિવેદન બાદ કેટલાક લોકો મહારાષ્ટ્રની પેટર્ન પર પ.બંગાળમાં પણ સત્તા પલટો થાય એની શક્યતાઓ જોઈ રહ્યા છે.


મિથુન ચક્રવર્તીનો સ્ફોટક દાવો :

મિથુન ચક્રવર્તીનો સ્ફોટક દાવો :

ગઈ વિધાનસભા ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પક્ષમાં વિધિવત પ્રવેશ મેળવનાર એક જમાનાના સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીએ એવો દાવો કર્યો છે કે પ.બંગાળમાં સત્તાધારી TMC પાર્ટીના 38 જેટલા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. જે પૈકી 21 ધારાસભ્યો તો સીધા મારી સાથે સંપર્કમાં છે! મમતા બેનરજીની છાપ એક સખત નેતા તરીકેની છે. એમની પાર્ટીમાં આજ સુધી કોઈએ મમતા વિરુદ્ધ સૂર કાઢવાની હિંમત કરી નથી. એવામાં મિથુનના દાવા બાદ લોકોને આંચકો લાગે એ સ્વાભાવિક છે. મિથુનના દાવા મુજબ આ ધારાસસભ્યોનું કહેવું છે કે “અમે જનતાના પ્રેમને કારણે ચૂંટાયા છીએ, તો પછી અમારે કોઈનાથી શા માટે ડરવું જોઈએ?!”


શું પ.બંગાળમાં પણ “મહારાષ્ટ્રવાળી” થશે?

શું પ.બંગાળમાં પણ “મહારાષ્ટ્રવાળી” થશે?

મિથુન ચક્રવર્તીએ મીડિયાને કહ્યું કે, “જ્યારે હું મુંબઈમાં હતો, ત્યારે એક સવારે ઉઠીને મેં સાંભળ્યું કે મહારાષ્ટ્રમાં હવે ભાજપ – શિવસેનાની (એકનાથ શિંદે સાથેની) સરકાર બનશે. જો મહારાષ્ટ્રમાં આ થઇ શકતું હોય તો અહીંયા (પ.બંગાળમાં) કેમ નહિ?”

જો આંકડાઓની વાત કરીએ તો પ.બંગાળની વિધાનસભામાં ભાજપના 77 સભ્યો ચૂંટાયા હતા. પણ મમતા બેનરજી ચૂંટણી જીત્યા અને પ.બંગાળમાં ભાજપ કાર્યકરો વિરુદ્ધ હિંસાનો દોર ચાલ્યો એ પછી કેટલાકે ભાજપ સાથે છેડો ફાડીને પુન: TMCમાં જોડાવાનું પસંદ કર્યું હતું. હાલમાં ભાજપના 69 ધારાસભ્યો છે. જો બીજા 38 ધારાસભ્યો જોડાય તો આ આંકડો 107 પર પહોંચે. જો ભાજપે સરકાર રચવી હોય તો ઓછામાં ઓછા 144 ધારાસભ્યોનો ટેકો મેળવવો પડે. એટલે જો 38 ધારાસભ્યો TMC છોડીને ભાજપમાં જોડાય તો પણ બીજા 37 ધારાસભ્યોની ઘટ પડે.

ભાજપ કયા દાવપેચ દ્વારા વિધાનસભામાં 144નો ‘મેજીક ફિગર’ હાંસલ કરશે, એ મોટો પ્રશ્ન છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોમાં એનસીપી અને કોંગ્રેસ સાથેના અકુદરતી ગણાવાયેલા જોડાણ સામે છુપો આક્રોશ હતો જ, જેનો ફાયદો શિંદે અને ભાજપે ઉઠાવ્યો. પરંતુ પ.બંગાળની વાત કરીએ તો TMCના નેતાઓમાં હજી સુધી આવા કોઈ અસંતોષની વાત બહાર આવી નથી. ટીકાકારો કહી રહ્યા છે કે ભાજપ TMCનેતાઓના ભ્રષ્ટાચારની તપાસને નામે ‘ED સરકાર’ બનાવશે!

રાજકારણ મજાનો ખેલ છે. આગે આગે દેખિયે, હોતા હૈ ક્યા!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top